‘કેવું કહ્યું આબુ?’- આબુ નામનું નાટક કે મેનુ હોય એમ બગીચામાં એક સન્નારી એમના સખીને પૂછી રહ્યા હતા. સખીનો જવાબ જાણ્યા વિના, સાંભળ્યા વિના જવાબની ત્રણ સરિયુએશન્સ કલ્પી શકાય:
(૧) હોટલની લા"બીમાં જ શકુભાઈ મળી ગયા. હંમેશાં રીસમાં રહેતા શકુભાઈનાં પત્ની એમને કયારેક ખાનગીમાં પણ ‘શકુનિ’ કહીને સંબોધે છે તેવું જાહેરમાં ચર્ચાતું સાંભળ્યું છે. મને થયું: થઈ રહ્યું. થયું પણ એવું જ. પમલીના પપ્પા અમને સામાનની સાથે રૂમમાં ખડકીને ‘હમણાં આવું છું’- કહીને છૂ થઈ ગયા! બે કલાક રાહ જોઈ. આવડી મોટી હોટલમાં કયાં શોધવા? શકુભાઈના રૂમમાં ઇન્ટરકોમથી પૂછ્યું તો રીસે જવાબ આપ્યો: ‘કયાં ગયા હોય એ બંને? પાનાં ટીચવાં... ભૂતને પીપળા મળી જ આવે... શેરબજારે ઢીંઢાં ભાંગી નાખ્યા પણ સાન આવી નહીં...’
પમલીના પપ્પાનું એવું જ છે... બ"ન્ગકોક ફરવા ગયા ત્યારે હું બાથરૂમમાં હતી ને એ સવારમાં ગાયબ થઈ ગયા ‘તા. અઢી કલાક પછી આવીને કહે: મસાજ કરવા... ‘કરવા કે કરાવવા?’... ‘હા, હા, જે સમજો તે...’
‘પાનાં ટીરયાં એમાં કમાણી થઈ કે નહીં?’ ‘કમાણીમાં તો ધૂળ ને ઢેફાં? લૂંગી ભૂલી ગયા’તા તેથી ત્રણ દિવસ એ બેડશીટ વીંટીને રહ્યા. સામાન પેક કરવાની ઉતાવળમાં મને પણ ખ્યાલ રહ્યો નહીં અને બેડશીટને સંકેલીને મેં બેગમાં મૂકી દીધી!’...
(૨) ‘તમે તો દીવ જવાના હતાને?’ (હવે લાગે છે કે ગયા હોત તો સારું થાત?) ‘કેટલા દિવસનો પ્રોગ્રામ છે- અહીં રોકાવાનો?’ ‘એક દિવસનો.’ ‘બસ? પછી કયાં ધામા?’ ‘ઉદેપુરમાં.’ (બીજે દિવસે) ‘કાં ગયા નહીં?’
‘ના. મેં તો તારા માસાને કહી દીધું કે મારે કયાંય રખડવું નથી. મને અહીં જ શાંતિથી રૂમમાં પડી રહેવા દો...’ (સાંજે-રૂમના બારણે ટકોરા. માસીના પડોશમાં રહેતો પરિવાર-અમે બે- અમારા બે-રૂમમાં આવીને જયાં જગ્યા મળી ત્યાં ગોઠવાયો.) ‘કયાં ટાઇમ પાસ કરવો? થયું કે માસીની તબિયત જોઈ આવીએ...’ (માસી: સ્વગત: અમદાવાદમાં તો ધેર આવવાનું સૂઝતું નથી!) ‘વાહ... રૂમ સારી મળી છે હો! વિન્ડ-ડાયરેકશન પણ સારી છે...’ ‘મમ્મી... અહીંની દાળ-બાટી બહુ ફેમસ છે...’ ‘ભારે ઉતાવળો તું તો! હજી આપણે આવીને બેઠા છીએ ત્યાં તો તેં ડિનરનું મેનુ પણ નક્કી કરી નાખ્યું!’
(૩)
‘ઇન્ડિયન આઇડોલ’માં પમ્મીએ ભાગ લીધો હતો એની જાણ થતાંની સાથે અમારો રૂમ સ્ટુડિયોમાં ફેરવાઈ ગયો અને પછી ચાલ્યું છોકરા-છોકરીઓની અંતાક્ષરીનું ગા ગા.. હોટલનું તાજું (સવારનું) ખાણું અને ઘરના (વાસી) મડિયા, ઘૂઘરાનું ખા ખા... આબુના રસ્તાઓનો સર્વે કરવા આવ્યા હોઈએ એવી રીતે ટાંટિયાના તોરણ કરીને કર્યા કર્યું ફર ફર... અમદાવાદ પહોંચીને બે દિવસ સૂતા રહેવું છે- થાક ઉતારવા.
આ બધું તો જાણે સમજયા પણ પેલી સખીએ શું જવાબ આપ્યો હતો? એ જ સનાતન, વરસોથી સાંભળવા મળતો જવાબ: ‘અહીં કરતાં ત્યાં ઓળખીતા વધારે મળ્યા હતા!’
Name:
Email ID:
Comments:
Code: