Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

બુકર પ્રાઇઝ વિનર અરવિંદ અડિગાની કાળી બાજુ

કેરળમાં જન્મેલા અને પછી મોટે ભાગે એંગ્લિસાઈઝ્ડ વાતાવરણમાં ઊછરેલા તેમજ અંગ્રેજી ધાવણ ધાવેલા અરવિંદ અડિગાને તેની નવલકથા ‘વ્હાઈટ ટાઇગર’ માટે બુકર પ્રાઇઝ મળ્યું છે. ઇંગ્લેંડની આ સંસ્થા જે મેનબુકર પ્રાઇઝની વ્યવસ્થા કરે છે, તે આજકાલ જે શેરબજાર-મૂડીબજાર ને પ્રોપર્ટીબજારની બેહાલી જુઓ છો, તેની શેરની વ્યવસ્થા કરનારી બુકર કંપની છે.

ઇંગ્લેંડના લોકોને હજી પણ લા"ર્ડ વિન્સ્ટન ચર્ચિલ ખૂબ વહાલો લાગે છે. ચર્ચિલ હંમેશાં ભારતને આઝાદ કરવાની વાતનો વિરોધ કરતો હતો. ચર્ચિલના એક ૨૧મી સદીના ભકત છે જે બુકર પ્રાઇઝનું રૂ. ૪૬ લાખનું ઇનામ નક્કી કરવામાં કારણભૂત હોય છે, તેને ભારતની આઝાદી આજેય ખટકે છે. ભારતની લોકશાહી અને રાજકીય ભ્રષ્ટાચારની નિંદા ઘણા બ્રિટિશરોને ખૂબ જ ગમે છે. અરવિંદ અડિગા, જેને રૂ. ૪૬ લાખનું ઇનામ ભારતની નિંદા કરનારી વાર્તા માટે મળ્યું છે, તે અડિગા ભારતનો પૂરો નાગરિક નથી. તેનો દાદો ડા"કટર છે, તે આ"સ્ટ્રેલિયામાં રહેતો.

તેના પિતા ડા"કટર છે, તે આ"સ્ટ્રેલિયામાં રહે છે. અરવિંદ અડિગા આ"સ્ટ્રેલિયાનો નાગરિક છે. ભારતની લોકશાહી એટલી બધી ઉદાર છે કે આ એંગ્લિસાઈઝ્ડ ‘કેરળનિવાસી’ કહેવાતો ૩૩ વર્ષની વયે અરધા વાળ ગુમાવી બેઠો છે, અને જેને તેની માતૃભાષા આવડતી નથી, તે ભારતમાં રહીને ડબલ સિટિઝનશિપ (બેવડી નાગરિકતા)નો લાભ લે છે અને લંડનના ‘ટાઇમ્સ’માં એક ઇન્ટરવ્યૂમાં ભારતની લોકશાહીની અત્યંત અશ્લીલ શબ્દોમાં ટીકા કરે છે.

આમાં એફ શબ્દ વાપર્યોછે તે ભારતની લોકશાહીને આપેલી અરવિંદ અડિગાના માછલીખાણા મોઢામાંથી નીકળેલી ગંદી ગાળ છે. અરે બેટમજી, આવી ભારતની લોકશાહી છે, એટલે જ તું તારી નવલકથામાં ભારતની ભરપૂર નિંદા કરીને નવલકથાનું ઇનામ મેળવી જાય છે. આ સાહેબ મુંબઈની પણ નિંદા કરે છે અને મુંબઈમાં જ વાંઢો બનીને રહે છે. તેણે એડ સઝિર નામના લંડન ‘ટાઇમ્સ’ના પત્રકારને કહ્યું કે તેને મુંબઈમાં ફલેટ જોઈતો હતો તે ન મળ્યો. એટલા માટે કે તે એકલો હતો અને તેને મકાનમાલિકો ટેરરિસ્ટ માનતા હતા. માત્ર એક મકાનમાલિકના અનુભવથી આખા મુંબઈને ૧૦ લાખના વિદેશના ફેલાવાવાળા અખબારમાં આવી વાત કહેવામાં અરવિંદ અડિગાને શરમ પણ ન આવી અને એ બેશરમને આજે બહુ ટેસથી મુંબઈમાં રહેવા મળ્યું છે.

મોટે ભાગે સ્વતંત્રતા મળી તે પહેલાંથી જ અમુક દક્ષિણ ભારતના બુદ્ધિમંતો જેમને ત્યાં ખ્રિસ્તીઓની વટલાવવાની પ્રવૃત્તિથી અંગ્રેજીનું શિક્ષણ મળ્યું તે તમામ એંગ્લિસાઈઝ્ડ દક્ષિણ ભારતના બુદ્ધિમંતો ઇંગ્લિશ સસ્ટિમના માનસકિ ગુલામો હતા. એ તો ૧૯૪૦-૪૭ની વાત થઈ. આજે ભારતમાં બેવડી નાગરિકતા સાથે રહેનારો બેકદર અને ખરી રીતે દેશ માટેનો આ નુગરો માણસ કહે છે કે ભારત કરતાં હું ઇંગ્લિશ કલાસ-સસ્ટિમને પસંદ કરું છું. આ વાત સાંભળીને મુંબઈના સાહિત્યકાર કવિમિત્ર દેવદત્તે કહ્યું કે ‘એ નાલાયકને કહો કે તો પછી બ્રિટન જઈને કેમ રહેતો નથી? બ્રિટનમાં તને બેવડી નાગરિકતા રાખવા નહીં દે.’’

ખરી રીતે તો મારે ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો અને તંત્રીઓની માફી માગવી જોઈએ કે અરવિંદ અડિગાના બકવાસવાળી અંગ્રેજી નવલકથા ‘ધ વ્હાઈટ ટાઈગર’ ‘દિવ્ય ભાસ્કર’નો એક ટકા વર્ગ પણ વાંચવાનો નથી. અરે, તેનાં ભારતનાં વખાણ કરનારાએ પણ આ નવલકથા વાંચી નહીં હોય. તેના વિશે મારે લેખ લખવો પડયો છે. વખાણ ઉપરથી વખાણ કરનારા ભારતમાં ઘણા છે. સૌપ્રથમ તો મારે આ ‘મેનબુકર પ્રાઇઝ’ અગર માત્ર ‘બુકર પ્રાઇઝ’ તરીકે ઓળખાતું ઈનામ શું છે અને ‘ધ વ્હાઈટ ટાઈગર’ની નવલકથામાં શું શું ભરડયું છે તેથી તેને ઈનામ મળ્યું છે એની વાત કરતાં પહેલાં બીજી વાત જલદીથી કહી દઉ. દિલ્હીમાં રહીને દિલ્હીના ગરીબ લોકો અને પૈસાદાર લોકો વચ્ચેની અસમાનતાની વાતો બધા ખૂબ કરે છે અને પછી એ અસમાનતાની વાતો કરનારા પત્રકારો-લેખકો પછીથી ધનિકો સાથે હોટેલમાં કોકટેઈલ પાર્ટીમાં દારૂ પીતા હોય છે.

અરવિંદ અડિગાએ પણ દિલ્હીની ગરીબીની અને અસમાનતાની વાતો કરી છે. તેણે ‘મલયાલમ મનોરમા’ કે દક્ષિણના ‘ધ હિન્દુ’ કે બીજા અખબાર-સામયિકમાં પત્રકારત્વ કર્યું નથી. તે ‘ટાઇમ’ મેગેઝિન જેને ભારતની લોકશાહીની મજાક કરવામાં મજા આવે છે તેનો ઊચો પગાર ખાઈને તે અરવિંદ અડિગા ટેલિફોનિયું ટેબલ-પત્રકારત્વ (મહદ્અંશે) કરતો હતો. હા, ઝૂંપડપટ્ટીમાં જાય પણ એકતરફી વાત સાંભળીને માપ પ્રમાણે લેખને વેતરીને ‘ટાઇમ’માં મોકલી દે. ત્યાં પાછો એ લેખ વેતરાઈને છપાય. આવા અમેરિકનાઈઝ્ડ પત્રકારત્વનો આ ગુલામ માણસ ગરીબો-ધનિકોની અસમાનતાની વાતો કરે છે તો રૂ. ૪૬ લાખનું ઇનામ તે શું દિલ્હી કે મુંબઈની ઝૂંપડપટ્ટીવાળાને ઓછામાં ઓછું અરધું વહેચી દેશે? બુકર પ્રાઇઝ કમિટી આ ઇનામ અરવિંદ અડિગાને સ્વિસ બ"ન્કમાં કે આ"સ્ટ્રેલિયન બ"ન્કમાં કે સ્કોટિશ બ"ન્કમાં કે ઈગ્લિશ બ"ન્કમાં જમા કરાવવાની છૂટ આપી છે. જોઈએ છીએ કે તે ભારતની બ"ન્કમાં ઇનામનાં તમામ નાણાં જમા કરાવે છે કે નહીં, ઝવેરચંદ મેઘાણી તેના પુસ્તકના પ્રચાર માટે કે તેના પ્રાઇઝ મળે તે માટે એજન્ટ રાખતા? અરવિંદ અડિગા સાહિત્યનો વેપારી છે. તે એજન્ટ ઉપર એજન્ટ રાખે છે.

એક બલરામ હલવાઈ નામના વાર્તાના હીરો દ્વારા અરવિંદ અડિગા ભારતની નિંદા કરે છે. અતિ બેહૂદી વાત એ છે કે વાર્તામાં ચીનના કોઈ કાલ્પનિક વડાપ્રધાનને આ વાર્તાનો હીરો પત્રરૂપે ભારતની નિંદા કરે છે. બલરામ હલવાઈ ઉત્તર ભારતનો છે. અશોક નામના શેઠનો ડ્રાઈવર છે. તે ડ્રાઈવર ધીરેધીરે ભારતમાં ધનિક થવાનાં તિકડમ્ શીખીને અને શેઠનું ખૂન કરીને આગળ આવે છે. તે ચીની વડાપ્રધાનને પત્રમાં લખે છે. અરે અડિગા! તું પોતે પણ તારી નવલકથાનાં મહત્તમ નાણાં ઉસેડવા એજન્ટ રાખે જ છે. અડિગા કહે છે. ‘‘અમારા ભારતમાં કોઈ દેવતાની પ્રાર્થના કરીને જ વાર્તા શરૂ કરવી પડે છે. એટલે મારે પણ કોઈ દેવતાની પૂંઠ ચાટીને જ (!) તમને મારી વાર્તા કહેવી પડશે. અને જુઓ મારે કયા દેવતાની પૂંઠ ચાટવી? મુસ્લિમોના એક ઈશ્વર છે. ખ્રિસ્તીઓના ત્રણ ઈશ્વર છે. પણ હિન્દુઓના છત્રીસ કરોડ દેવતાઓ છે.’’ અરવિંદ અડિગા આ રીતે ભારતીયોની નિંદા કરે છે!

ભારતના ભ્રષ્ટાચારની અને અસમાનતાની ઠેર ઠેર ‘ધ વ્હાઈટ ટાઈગર’માં ભત્ર્સના કરી છે. અરે મિસ્ટર અડિગા, ભારતનો ભ્રષ્ટાચાર તો કાંઈ નથી. જે બ્રિટનનાં તું વખાણ કરે છે તે ધનિક બ્રિટનના ભ્રષ્ટાચાર સામે ભારતનો ભ્રષ્ટાચાર કાંઈ નથી. વળી અરવિંદ અડિગાએ દિલ્હીની જ ગરીબી, અસમાનતા કે ભ્રષ્ટાચાર જોયો છે. દિલ્હી એ કાંઈ ભારત નથી. ભારત તો નાનાં નાનાં શહેરોમાં વસે છે. ભારત ગામડાંઓમાં વસે છે. ભારતનો આત્મા મુંબઈની ઝૂંપડપટ્ટીમાં છે. અમારા ઝાંઝમેર જેવાં લાખ્ખો ગામડામાં ભારતનો આત્મા છે. દિલ્હીની ૬૦ લાખની વસતિમાં ૫૦૦૦૦-૬૦૦૦૦ ધનના અને સત્તાના કીડા ખદબદતા હોય તે ભારત નથી. દિલ્હીના ભ્રષ્ટાચારને જોઈને આખા ભારતને નિંદી શકાય નહીં. બુકર પ્રાઇઝ એ એક ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા સંચાલિત થતું ઇનામ છે.

તેના પસંદગીકારો લંડનના ‘ગાર્ડિયન’ અખબારના કહેવા પ્રમાણે, અંદરોઅંદર ઝઘડતા હોય છે. શેરબજારના કેટલાક સટ્ટાખોર છે. જગતભરમાં નવલકથાઓ પ્રગટ થઈ તેમાં અરવિંદ અડિગાની બુકનો નંબર ૧૭૬૭૧ આવે છે. ઘણી વખત કોઈ બુકને પસંદ કરવામાં પોતાનો મત ન જળવાય તે બુકર પ્રાઇઝ કમિટીના સભ્યે બાલ્કનીમાંથી કૂદીને આપઘાત કરવાની ધમકી પણ આપી છે. ઘણા જજો આખરી નિર્ણય કરવા બુકર પ્રાઇઝ કમિટીએ આપેલી મોંઘી કારમાં ચાલતી કારે રસ્તામાં જ કારમાં મુક્કાબાજી પર આવેલા છે.

‘વ્હાઈટ ટાઈગર’ની વાર્તામાં ગરીબ બલરામ હલવાઈને ડ્રાઈવરરૂપે દેખાડીને પછી પૈસાદાર થવા માલિકનું ખૂન કરે છે, એ ભારતીય સંસ્કૃતિમાં નથી. ‘વલ્ર્ડ પ્રેસ’ નામના મેગેઝિનના લેખક જોન સેલ્ફ લખે છે કે આવી શિંગડા-પૂંછડાવાળી વાત એ માત્ર અરવિંદ અડિગાના ભેજાની પેદાશ છે. તેણે ઈનામને નજરમાં રાખીને વેસ્ર્ટનાઈઝ્ડ આંખોને ગમે તેવી વાતો લખી છે. ખાસ તો માઈકલ પોર્ટિલો નામના બુકર પ્રાઇઝ કમિટીના ચેરમેન છે, તેને ભારતની નિંદા બહુ ગમે છે. મિસ્ટર પોર્ટિલો ચર્ચિલના ટોરી પક્ષનો સભ્ય છે.

સંદીપ નામના સાહિત્યકાર અનુમાન કરે છે કે અરવિંદ અડિગાએ ૧૯૭૦ કે ૧૯૮૦ના દાયકામાં કોઈ બોલિવૂડની ફિલ્મ ઉપરથી આ વાર્તાનો પ્લોટ ઘડયો હોય તેવી ધારણા કરી શકાય. અગર તો કોઈ આંતરરાષ્ટ્રીય ઇનામ ન મળે તો ‘વ્હાઈટ ટાઈગર’ ઉપરથી મારધાડવાળી બોલિવૂડની ફિલ્મ તો બની શકે.

હવે આ બુકર પ્રાઇઝના વિષયને હૃદયના અને હાથના દાઝકા સાથે મારે ચર્ચવો પડયો છે. એટલે ૧૦ વર્ષ પહેલાં દક્ષિણ ભારતની જ અરુંધતી રોયે લખેલી ‘પોર્નોગ્રાફિક મસાલા’વાળી નવલ માટે બુકર પ્રાઇઝ મળેલું તેની અને બુકર પ્રાઇઝ વગેરે શું છે તે બીજા હપ્તામાં લખવું પડશે. મારા આક્રોશ માટે વાચકોની-સંપાદકોની માફી માગું છું. હું સખતમાં સખત ભારતીય છું, ગુજરાતી છું, કાડિયાવાડી છું, મુંબઈગરો છું, દિલ્હીગરો છું, મદ્રાસયિો છું અને આખી દુનિયામાં ફર્યોછું, અને તેથી કહું છું કે ભારત ગમે તેવો હોય પણ મારો આ દેશ સોનાનો છે તેથી જ વિદેશ ગયેલા ગુજરાતી ભારત પરણવા આવે છે. આખી પાકિસ્તાન-બાંગ્લાદેશની વસતિ સહિત ઘણાને ભારત ગમે છે. અરવિંદ અડિગા જેવા ઘણા નુગરાને ભારત રહેવા દે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: