Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

કાળીચૌદશની રાત્રે ભૂત-પ્રેત ડોકાયા નહીં

અંધશ્રઘ્ધા સામે લડત ચલાવતી સંસ્થા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળીચૌદશની રાત્રિએ રાજયના ૪૫૦ નગરોમાં અનોખો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જાથાના કાર્યકરોએ કાળીચૌદશની મધરાત્રે સ્મશાનગૃહોમાં ‘‘કકળાટના વડાં’નો નાસ્તો કર્યોહતો. ભુજમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. જાથાના કાર્યકરોએ આંખે પાટા બાંધીને ભવ્ય સ્કૂટર રેલી કાઢી હતી.

કાળીચૌદશની રાત્રિને તાંત્રિકોએ મહાભયાનક ગણાવી છે. આ રાત્રે ભૂત-પ્રેત, પિશાચો જથ્થાબંધ રીતે જાહેરમાં આવી જાય છે. અને ઝપટે પડે એનું ધનોત પનોત કાઢી નાખે છે એવી માન્યતા છે એવી માન્યતા છે. આ રાત્રે અઘોરીઓ, કપાલીકો અને તાંત્રિકો સ્મશાનમાં સાધના કરી, ભૂત-પ્રેતોને વશમાં કરે છે. અને પછી એ સઘ્ધિી થકી આખી જિંદગી સાચા-ખોટા ધંધા કરે છે એવી એવી માન્યતાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે.

આ માન્યતાઓનો છેદ ઉડાડવા માટે જાથા દ્વારા દર વર્ષે કાળીચૌદશની રાત્રિએ સ્મશાનગૃહમાં જ ઓ જમાવીને ચા-પાણીની મહેફિલ માણવામાં આવે છે. જાથાના હિંમતવાન કાર્યકરો ભૂત-પ્રેતને આહવાન કરે છે પણ ભૂતો ડોકાતા નથી.

આ વર્ષે પણ જાથા દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, બાબરા, કૂંકાવાવ, જેતપુર, પાંચપીપળા, જામનગર, મોરબી વગેરે સહિત રાજયના ૪૫૦ નગરોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા અને દરેક કાર્યક્રમમાં સામાન્ય લોકોએ પણ હોંશભેર ભાગ લઈ અંધશ્રઘ્ધાને તિલાંજલી આપી, ભૂત-પ્રેતના ભ્રામક અસ્તિત્વને નેસ્તનાબૂદ કર્યું હતું. જાથાના કાર્યક્રમે ભુજમાં તો અનોખુ આકર્ષણ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા હતા.

જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતું કે, અંધશ્રઘ્ધાની ભીષણતા અણુબોમ્બ કરતા પણ વધારે ખતરનાક છે. આ અંધશ્રઘ્ધાને નાબૂદ કરશું તો સત્ય અને વિજ્ઞાનના પ્રકાશને સહારે વિકાસ હાંસીલ થશે. રાજયના રાજયકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરે અંધશ્રઘ્ધાથી થતાં નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી. જાથાના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

ભુજના કલેકટર વરસાણા, ડેપ્યુટી કલેકટર ગુણવંત વાધેલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જાથાના કાર્યકરોએ મશાલ રેલી તથા આંખે પાટા બાંધીને વિશાળ સ્કૂટર રેલી કાઢી તે નિહાળવા નગરજનો ઉમટી પડયા હતા. મેલી વિધાથી નનામીને મહિલાઓએ કાંધ આપી લાતો મારી હતી. જાથાના કાર્યક્રમે ભુજને ધેલું કર્યું હતું.

ભુજના ભીલવાસમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમમાં અસામાન્ય ભીડ એકઠી થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો હતો. બાદમાં રાત્રે સ્મશાનગૃહમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી તથા કારોબારી ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ સ્મશાનના ખાટલા ઉપર બેસી કકડાટના વડાં આરોગી કાર્યક્રમને પ્રેરણાદાયી બળ પૂરું પાડયું હતું.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: