Health & Lifestyle Health & Lifestyle
શરદ અને શિશિર ઋતુનો સંધિકાળ એટલે કે મેળ થાય ત્યારે આવે દિવાળીનો તહેવાર. આયુર્વેદ અનુસાર છ ઋતુઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે- ગ્રહણ અને આદાન. ગ્રહણ એટલે ઉનાળો અને ચોમાસુ. જે આપણા શરીરની શકિતને શોષી લે છે. જયારે આદાન શ્રેણીની ઋતુઓ આપવાને ઊર્જા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. ઋતુચક્રનું આ પરિવર્તન શરદથી જ શરૂ થઇ જાય છે. ઉનાળામાં જે વસ્તુ ગરમ અને પાચનમાં ભારે હોય અને જેને આયુર્વેદ અનુસાર વર્જિત માનવામાં આવે છે, તે પણ દિવાળી પછી દોષમુકત થવા ઉપરાંત એક રીતે ઇરિછત ગુણભરી બની જાય છે આ વાતને તો વિજ્ઞાને પણ પુરવાર કરી છે. દિવાળીમાં ઘી, તેલ, સૂકામેવા અને માવામાંથી વિવિધ મીઠાઇઓ બનાવીને ખાવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ઋતુમાં આપણું શરીર વધારે કેલરી ગ્રહણ કરી શકે છે અને શર્કરા તથા ચરબીનો ભવિષ્યમાં ઉપયોગ થાય તે માટે સંગ્રહ પણ થઇ શકે છે.
આયુર્વેદ અનુસાર દરેક વ્યકિત સાત્ત્વિક, રાજસી અને તામસી ગુણ ધરાવે છે. જે એના સ્વભાવને-ખાસ કરીને ભોજનની પસંદગીને નક્કી કરે છે. છતાં જો જીભ પર નિયંત્રણ રાખવામાં ન આવે તો ત્રિદોષ એટલે કે કફ, પિત્ત અને વાયુનું અસંતુલન સર્જાઇ શકે છે એ ખાસ ઘ્યાનમાં રાખવું. ટૂંકમાં, આયુર્વેદમાં જણાવેલી સૂચનાઓને ખ્યાલમાં રાખી સ્વભાવને સંતુલિત બનાવી જે ભોજન કરવામાં આવે તે આપણને સ્વસ્થ અને સુખી રાખી શકે છે.
Name:
Email ID:
Comments:
Code: