મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગર્દી
રાજ ઠાકરેની વહેલી સવારે ધરપકડ કરયા બાદ મનસેના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈમાં હિંસા શરુ કરી દેવામાં આવી છે. રાજ ઠાકરેને મેડિકલ ચેકઅપ બાદ બાંદ્રા કોર્ટમાં લઈ જવામાં આવશે. ત્યારે મનસેના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ તેમજ બાંદ્રા કોર્ટ પર પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે મુંબઈનું વાતાવરણ તંગ બની ગયું છે.
ઉત્તર ભારતીયોની સામે વાંધાજનક ટીપ્પણી કરવા બદલ રત્નાગીરી મહારાષ્ટ્રમાંથી મનસે પ્રમુખ રાજની ધરપકડના વિરોધમાં મનસે કાર્યકર્તાઓએ મુલુંડ ટોલનાકાને આગ લગાડી દીધી છે. રાજની ધરપકડના વિરોધમાં ઘણી જગ્યાઓએ હિંસા ફાટી નીકળી છે.
મનસે કાર્યકર્તાઓ પોતાના નેતાની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. મુંબઈમાં જોગેશ્વરી, વિલે પાર્લે, બોરીવલી, તાડદેવ અને નૌપાડા જેવા વિસ્તારોમાં મનસેના કાર્યકર્તાઓએ તોડફોડ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
તાડદેવમાં મનસેના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉભેલી ટેક્સીઓમાં તોડફોડ કરી છે, જ્યારે બોરીવલીમાં ટ્રકોમાં આગ લગાવાના બનાવો બન્યા છે. થાનેમાં પણ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.
રાજ ઠાકરેની ધરપકડ કર્યા બાદ શરૂ થયેલી હિંસાને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રના પરભણી અને બુલઢાના જિલ્લામાં પણ હિંસા અને આગના બનાવો બન્યા છે.
Name:
Email ID:
Comments:
Code: