Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeVisheshVignan & Technology Vignan & Technology

ઇન્ટરનેટ પર રકતદાન!

તમારા પરિવારમાં કોઈને લોહીની જરૂર પડે તો તમે શું કરો? પહેલાં તો આપણે પરિવાર કે ફ્રેન્ડસર્કલમાં તપાસ ચલાવીએ. કોઇનું ગ્રુપ મેચ થતું ન હોય તો બ્લડબેન્ક તરફ દોડીએ. ત્યાં પણ નિરાશ થવાની શકયતા ખરી કેમ કે દર વર્ષે આપણા દેશમાં ૪ કરોડ યુનિટ લોહીની જરૂરિયાત સામે, માત્ર ૪૦ લાખ યુનિટ લોહી મળે છે. અને દર ત્રીજી સેકન્ડે, કોઈ ને કોઈને લોહીની જરૂર પડે છે.

હવે વિચારો કે અડધી રાત્રે પણ સ્વેરછાએ લોહી આપવા તત્પર એવા લોકો ફકત એક ફોનકોલ જેટલા દૂર હોય તો? એ પણ હજારોની સંખ્યામાં? હૈદરાબાદ અને યુએસના કેટલાક સોફટવેર એન્જિનિયર્સને આવો વિચાર આવ્યો અને તેમાંથી જન્મી વેબસાઈટ આપણા દેશમાં સ્વૈરિછક રકતદાતાઓની ખોટ નથી, પણ બ્લડ સ્ટોર કરવાની અપૂરતી સુવિધાઓને કારણે ઘણી વાર દાન મળેલું લોહી નકામું જાય છે. ફ્રેન્ડ્ઝટુસપોર્ટ લોહીનો બગાડ ઘટાડી, લોકોને જયારે જોઈએ ત્યારે લોહી મળી રહે એવી વ્યવસ્થા તૈયાર કરવા મથે છે. આ વેબબેઝડ ઓર્ગેનાઇઝેશન સ્વૈરિછક રકતદાન કરવા તૈયાર લોકોની જરૂરી વિગતો એકઠી કરીને પોતાની સાઇટ પર મૂકે છે.

તમે પણ સ્વૈરિછક રકતદાન કરવા તૈયાર હો તો આ સાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો. તમારે ફકત સંકલ્પ કરવાનો છે. બીજી તરફ, કોઈને પણ લોહીની જરૂર હોય તો આ સાઇટ પર જઈને બ્લડગ્રુપ, રાજય, જિલ્લો અને શહેરની વિગત આપીને પોતાના નજીકના વિસ્તારમાં જ રહેતા, સ્વૈરિછક રકતદાતાના મોબાઇલ, લેન્ડલાઇન નંબર અને સરનામું મેળવી શકે છે. ૫૦,૦૦૦થી વધુ લોકોએ સ્વૈરિછક રકતદાતા તરીકે આ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારે રોજના લગભગ ૧૨૫ લોકો, આ સાઇટ પર તેમણે મૂકેલી સંપર્કમાહિતીને આધાર ફોન કરતા, બિલકુલ અજાણ્યા લોકોની વિનંતીને માન આપીને રકતદાન કરવા દોડી જાય છે. સાઇટ પર તમે તમારી લોહીની જરૂરિયાત અંગેની વિનંતી પણ પોસ્ટ કરી શકો છો. ઇન્ટરનેટ કનેકશન ન હોય તેવા લોકો ૦૮૬૩-૨૩૫૧૭૨૫ પર ફોન કરીને માહિતી મેળવી શકે છે. આંધ્રપ્રદેશમાં આ નંબર ટોલ-ફ્રી છે. ફ્રેન્ડ્ઝટુસપોર્ટ રજિસ્ટ્રેશન વખતે જ તેની અપેક્ષા સ્પષ્ટ કરી દે છે કે આ એક જવાબદારીનું કામ છે અને તમે કોઈની પણ વિનંતીને માન આપીને રકત આપશો. એટલે જ, તમે રકતદાન કરો તેની તારીખ સાઇટ પર અપટેડ કરી લેવી જરૂરી છે, જેથી ત્રણ મહિનામાં ફરી કોઈ તમારો સંપર્ક કરવામાં મહત્ત્વનો સમય બગાડે નહીં.

આ સાઇટ પર પ્રમાણમાં સૌથી સહેલાઈથી ઉપલબ્ધ ઓ પોઝિટિવ ગ્રુપના બ્લડ માટે અમદાવાદના સ્વૈરિછક રકતદાતાની તપાસ કરીએ તો ચારેક પાનાંમાં ૧૨૦ જેટલાં નામની યાદી મળે છે. આપણે બધાં ગ્રુપ માટેની યાદીને વધુ લાંબી ન કરી શકીએ?



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: