International International રશિયા ભારતને વધારાના 18 સ્મેર્ચ મલ્ટીપલ રોકેટ સિસ્ટમ(એમએલઆરએસ) આપશે, જે લશ્કરી દળોને આપવામાં આવશે.
નવા 18 સ્મેર્ચ એમએલઆરએસ બેટરી ભારતે કરેલી 455 મિલિયન અમેરિકન ડોલર કરારના ભાગરૂપે આપવામાં આવે છે, તેમ રોસોબોરોનેક્સપોર્ટના સિનીયર ઓફિસર નિકોલાઈ દીમીડ્યૂકે કહ્યું હતું.
ભારત પાસે 36 સ્મેર્ચ એમએલઆરએસ છે, જે વર્ષની શરૂઆતમાં પૂરા પાડવામાં આવ્યા હતાં. સ્મેર્ચએ લાંબી રેન્જના રોકેટ સિસ્ટમ છે, જે 60 કીમી સુધી જઈ શકે છે .ભારત પાસે હાલમાં જે તોપો છે તેની તુલનામાં તે ત્રણગણાં અંતર સુધી માર કરી શકે છે.
નિષ્ણાંતોના મત પ્રમાણે આ રોકેટ લોન્ચરોથી એક સાથે 12 રોકેટો છોડી શકાય છે અને 6 કીમીના વિસ્તારમાં તે બંકરો અને હથિયારોનો નાશ કરી પણ શકે છે.
Name:
Email ID:
Comments:
Code: