Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

અંજની ઉદ્યોગ મુન્દ્રા સેઝમાં 1.2 બિલિયનનું રોકાણ કરશે

ગોરેગાંવ સ્થિત અંજની ઉદ્યોગ પ્રાઈવેટ લિમિટેડ ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદ્રા સેઝમાં પોતાના આગામી પ્લાન્ટમાં રૂપિયા 1.2 બિલિયનનું રોકાણ કરશે.

આ પ્લાન્ટમાં વર્ષે 7000 ટનનું કોટન ઉત્પાદન કરવામાં આવશે અને આવતા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના બાદ નિકાસ શરૂ કરવામાં આવશે. અંજની ઉદ્યોગને જર્મની, ઈટાલી અને હોંગકોંગ સ્થિત કંપનીઓમાંથી ઓર્ડર મળે છે, તેમ આધારભૂત ,સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ આવતા વર્ષે મે મહિનામાં શરૂ કરવામા આવશે અને શરૂઆતમાં પ્લાન્ટની રોજની કેપેસિટી 20 ટનની હશે અને વર્ષની અંદર તેને 40 ટન સુધી લઈ જવામાં આવશે. આ પ્લાન્ટ શરૂઆતમાં 140 નોકરીની તકો ઉભી કરશે અને પ્રોડક્ટનું માર્કેટીંગ યુરોપ, જાપાન અને અમેરિકામાં કરવામાં આવશે. રાજ્યમાં આ પ્રકારનો આ બીજો પ્લાન્ટ છે, આ પહેલા નોઈડાની ટેક્સટાઈલ કંપની ગીન્ની ફિલામેન્ટસે ગુજરાતમાં બિનવણાટનો પ્લાન્ટ 1.31 બિલીયનના રોકાણ સાથે શરૂ કર્યો હતો. આ પ્લાન્ટ વડોદરા નજીક પણોલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે અને વર્ષે 12000 ટનનું કોટન ઉત્પાદન કરે છે. ગીન્ની ફિલામેન્ટસના જોઈન્ટ પ્રેસિડેન્ટ માર્કેટીંગ આર આર મહેશ્વરીએ કહ્યું હતું કે 2007થી પ્લાન્ટમાં ઉત્પાદનમાં શરૂ કરવામાં આવ્યું હતું અને કંપની નિકાસ પર વધારે ભાર મુકે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: