Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સચિન અમારો મુખ્ય ટાર્ગેટ રહેશે : પોન્ટિંગ

લારાનો વિક્રમ તોડવા માટે જરૂરી ૭૭ રન બનાવવા સચિન માટે આસાન રહેશે નહીં

શ્રેણી પહેલાં શાબ્દિક જંગ શરૂ કરનાર ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ ભારતના માસ્ટર બ્લાસ્ટરને ચેતવણી આપીને જણાવ્યું હતું કે અમારા બોલર્સનો મુખ્ય ટાર્ગેટ સચિન તેંડુલકર રહેશે અને તેના માટે મુશ્કેલીઓ ઊભી કરાશે. બ્રાયન લારાના ૧૧૯૫૩ના સર્વાધિક રનની નજીક પહોંચનાર સચિન માટે વિશ્વવિક્રમ નોંધાવવા માટે વધુ ૭૭ રન બનાવવા આસાન રહેશે નહીં. અમે આશા રાખીએ છીએ કે તે અમારી સામે વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે નહીં.

સચિન પ્રત્યેના અમારા સંસ્મરણો સારા નથી. તેણે અમારી સામે હંમેશાં સારો દેખાવ કરીને ઘણા રન નોંધાવ્યા છે. પોન્ટિંગે જણાવ્યું હતું કે સચિન ચેમ્પિયન ખેલાડી છે તેમાં કોઇ શંકા નથી અને હું તેનો આદર કરું છું. તેના માટે આ વિક્રમ સોનેરી સિદ્ધિ રહેશે પરંતુ અમે અહીં વિજય મેળવવા માટે આવ્યા છીએ અને સચિનને જલદીથી આઉટ કરવો તે અમારા હિતમાં રહેશે તે બાબત તમામ જાણે છે.

તેને આઉટ કરવા માટે અમે કેટલીક યોજનાઓ સાથે અહીં આવ્યા છીએ અને અમને આશા છે કે તે કારગત નિવડશે. પોન્ટિંગે બ્રેટ લીને સચિન સામેના અસરકારક શસ્ત્ર તરીકે વર્ણવ્યો છે ત્યારે બ્રેટ લીએ જણાવ્યું હતું કે સચિન મહાન બેટ્સમેન છે અને તમે તેને બ્રેડમેન, લારા અને પોન્ટિંગની હરોળમાં મૂકી શકો છો. સચિન સામે બોલિંગ કરવી તે પણ ગૌરવની બાબત છે અને તેની વિકેટ હંમેશાં કિંમતી હોય છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: