Gujarat
Ahmedabad City Ahmedabad City વિધાનસભામાં નાણાવટી પંચનો અહેવાલ રજૂ , રાજયના મંત્રીઓ, પોલીસને પણ કલીનચીટ
અકસ્માત થીયરી બેનરજી પંચ
જાણી જોઇને નહીં, અકસ્માતે આગ લાગી હતી
બહારના લોકોએ આગ લગાડી હોવાનો સિદ્ધાંત ખોટો
ગૂંગળામણ અને જીવલેણ રસાયણોને કારણે ટ્રેનના પ્રવાસીઓ મૃત્યુ પામ્યા
રેલવે સ્ટેશને કોઇ ટોળું ન હતું, હાજર દર્શકો હતા
કોચના દરવાજા બંધ હોવાની ધારણા ખોટી
કાર સેવકો કયારે આવી રહ્યા છે ? તેના વિશે કોઇ ગુપ્તચર માહિતી ન હતી
ષડયંત્ર થીયરી નાણાવટી પંચ
ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલી હિંસામાં મુખ્ય પ્રધાન, તેમની કેબિનેટના અન્ય પ્રધાનો અને પોલીસ અધિકારીઓની સંડોવણીના કોઇ પુરાવા નથી
ટ્રેનના પ્રવાસીઓનાં નિવેદનો મુજબ ૧૦થી ૨૦ મિનિટ સુધી પથ્થરમારાને કારણે તેઓને ડબ્બામાંથી બહાર નીકળવું પડયું હતું.
ષડયંત્ર પાર પાડવા માટે ૨૦૦૨ની ૨૬મી ફેબ્રુઆરીએ ૧૪૦ લિટર પેટ્રોલ ખરીદાયું હતું
ગોધરાકાંડ અને એ પછીનાં કોમી તોફાનોની તપાસ સંદર્ભે રાજય સરકાર દ્વારા રચિત જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસપંચે રાજય સરકારને સુપરત કરેલો તપાસ અહેવાલ ભાગ-૧ આજે ગુરુવારે ગૃહરાજયમંત્રી અમિત શાહે વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે રજૂ કર્યોહતો. જેમાં સાબરમતી એકસપ્રેસના એસ-૬ ડબાને સળગાવવાની ઘટના કોઈ અકસ્માત નહીં પણ પૂર્વઆયોજિત કાવતરું હતું એમ જણાવ્યું છે અને આ સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી, મંત્રીઓ કે કોઈ પોલીસ અધિકારીનો હાથ નથી એવા ઉલ્લેખ સાથે પંચે તેમને અહેવાલમાં ‘કલીનચીટ’ આપી દીધી છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે, તેમણે સમગ્ર તપાસ દરમિયાન મુસાફરોનાં જે નિવેદનો લીધાં હતાં તે મુજબ ટ્રેનના ડબામાંથી તેઓ બહાર નીકળી શકે નહીં, તે માટે સતત ૧૦થી ૨૦ મિનિટ સુધી પથ્થરમારો કરાયો હતો. એસ-૬ ડબાને સળગાવવા અંગેનું કાવતરું પાર પાડવા માટે ૧૪૦ લિટર જેટલા પેટ્રોલની ખરીદી કાવતરાખોરા દ્વારા કરાઈ હતી. એટલું જ નહીં એસ-૬ અને એસ-૭ ડબાનાં બારણાં બળજબરીપૂર્વક ખોલીને હસનલાલુ નામના કાવતરાખોરે એસ-૬માં દાખલ થઈ સળગતા કાંકડા ફેંકયા હતા.
નાણાવટી તપાસપંચના અહેવાલમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે આ સમગ્ર કાવતરું મૌલવી ઉમરજીની દોરવણી હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. જે રઝાક કુરકુર, સલીમ પાનવાલા, સૌકતલાલુ, ઇમરાન શેરી, રફીક બટુક, સલીમ જરદા, જબ્બર, સરિાજ બાલા દ્વારા પાર પડાયું હતું. આ કાવતરું અમન ગેસ્ટહાઉસમાં ઘડાયું હતું અને કાવતરાખોરો પણ તે રાત્રે ત્યાં જ રોકાયા હતા. આ કાવતરું ‘રાજ વ્યવસ્થા’ અને ‘તંત્ર’માં ભય અને અરાજકતા ફેલાવવા માટેના મોટા ષડ્યંત્રના એક ભાગરૂપ હોવાનું જણાયું છે. રઝાક કુરકુર અને સલીમ પાનવાલા દ્વારા ૨૬મી ફેબ્રુઆરી-૦૨ના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યે પેટ્રોલપંપ પરથી છૂટક પેટ્રોલ કેરબામાં ભરીને લઈ જવામાં આવ્યું હતું.
ઘ્યાનાકર્ષક બાબત એ છે કે અહેવાલના પ્રથમ ભાગમાં પંચે જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ, પોલીસ અધિકારીઓનો હાથ હોવાના કોઈ પુરાવા નથી. એટલું જ નહીં આ અહેવાલમાં ‘કલીનચીટ’ આપતાં ત્યાં સુધી કહેવાયું છે કે તેઓ તોફાનોના અસરગ્રસ્તોને રક્ષણ કે રાહત આપવામાં તેમજ તેમનું પુનર્વસન કરવામાં પણ પૂરા ઊતર્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ભલામણો અને સૂચનાઓના અમલીકરણમાં પણ તેમણે કોઈ જ ત્રૂટિ રાખી હોય તેમ જણાયું નથી.
અહેવાલમાં ઉલ્લેખાયું છે કે, ગોધરા રેલવે સ્ટેશને ઘટિત ઘટનાની તપાસ માટે રેલવે તરફથી વિભાગીય તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજય સરકારે પંચની રચના કરી દીધી હતી એટલે રેલવે તપાસ પાછી ખેંચી લીધી હતી. તપાસ પંચને ૨૭-૨-૨૦૦૨થી ૩૦-૩-૨૦૦૨ અને ૩૦-૪-૨૦૦૨નો સમયગાળો આપ્યો હતો. ૨૧મી મે, ૨૦૦૨ના રોજ પંચને પુન:ગડિત કરી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ જી.ટી. નાણાવટીને પંચના અઘ્યક્ષ બનાવાયા હતા. ૨૦મી જૂન, ૨૦૦૪ના રોજ સરકારે જાહેરનામું બહાર પાડી પંચના કાર્યક્ષેત્રમાં વધારો કરીને ઘટનામાં મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ, પોલીસ અધિકારીઓ અને અન્ય વ્યકિતઓ - સંસ્થાઓએ ભજવેલા ભાગને પણ આવરી લેવામાં આવ્યો હતો.
જસ્ટિસ શાહ અને જસ્ટિસ મહેતા પંચ સમક્ષ ૧૩મી ડિસેમ્બર, ૨૦૦૭ સુધીમાં ૪૬૪૯૪ સોગંદનામાં રજૂ થયાં હતાં. તે પૈકી પ્રજા તરફથી ૪૪૪૭૫ અરજી-સોગંદનામાં રજૂ થયાં હતાં, જયારે સરકાર તરફથી ૨૦૧૯ જેટલાં સોગંદનામાં રજૂ કરાયાં હતાં. ૧૮ હજાર જેટલાં સોગંદનામાં અસરગ્રસ્તોને સહાય અને તેમના પુન:વસન અંગેનાં હતાં.
તપાસપંચે વિવિધ વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને રજૂઆતો પણ સાંભળી હતી. પંચ સમક્ષ સંસ્થાઓ વતીની રજૂઆતોની સુનાવણી, સરકારી અધિકારીઓની ક્રોસ-એકઝામિનેશનની કામગીરી પૂરી થઈ છે. ૧૦૧૬ જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. ૨૦મી માર્ચ, ૨૦૦૮ના રોજ જસ્ટિસ શાહનું અવસાન થતાં તેમના સ્થાને ૫મી એપ્રિલ, ૨૦૦૪ના રોજ જસ્ટિસ અક્ષય એચ. મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. અત્યારે પંચ તેનો અહેવાલ તૈયાર કરી રહ્યું છે. હાલ પંચની મુદ્દત ૩૧મી ડિસેમ્બર, ૨૦૦૮ સુધી વધારવામાં આવી છે.
પંચની તપાસ પ્રમાણિક નથી : કોંગ્રેસ
ગોધરાકાંડ અંગેના નાણાવટી પંચના અહેવાલ અંગે પ્રતિક્રિયા વ્યકત કરતાં કોંગી પ્રવકતા અભિષેક સંઘવીએ જણાવ્યું હતું કે પંચના સંશોધનથી તેમને આશ્ચર્ય નથી થયું અને દાવો કર્યોહતો કે આ તપાસ પ્રમાણિક નથી.
સંઘવીએ જણાવ્યું હતું કે આ તપાસને પ્રમાણિક કહી શકાય નહી. કેમ કે જે રીતે સમિતિની રચના થઇ છે, તેની મુદ્દત લંબાવાઇ છે અને મોટી સંખ્યામાં સાક્ષીઓ,જુબાની આપનારાઓએ જે અસંતોષ વ્યકત કર્યોછે તે પછી પંચના સંશોધનો માત્ર શંકા ઉપજાવે છે.
ગોધરાકાંડ પછીનાં તોફાનો અંગેનો રિપોર્ટ ટૂંકમાં રજૂ થશે
રાજય સરકાર દ્વારા રચિત તપાસપંચે તેના અહેવાલમાં ગોધરા-ટ્રેનકાંડ સંદર્ભની તપાસની વિગતો જાહેર કરી છે, જયારે તે પછી થયેલાં કોમી તોફાનો અંગેનો રિપોર્ટ હવે ટૂંકમાં જ સરકારને સુપરત કરાશે. તપાસ અહેવાલના પ્રથમ ભાગમાં કહેવાયું છે કે ૧૩મી ડિસેમ્બર-’૦૭ સુધીમાં પંચ સમક્ષ રજૂ થયેલા ૪૬૪૯૪ સોગંદનામાં પૈકી પ્રજાની ૪૪૪૭૫ અરજીઓ મળી હતી. સરકાર તરફથી ૨૦૧૯ સોગંદનામાં રજૂ કરાયાં હતાં. ૧૮ હજાર સોગંદનામાં સહાય અને પુન:વસન અંગેનાં હતાં.
સંબંધિત સમાચાર
* નાણાવટી પંચમાં ષડ્યંત્ર થિયરી મોદીને ફળશે, કોંગ્રેસને નડશે
* ગોધરા ટ્રેનકાંડના કોચ-સ્થળનું નાણાવટી પંચે પુન: નિરીક્ષણ કર્યું
* નાણાવટીપંચમાં નિવૃત્ત જસ્ટિસ અક્ષય મહેતાની નિમણૂક કરાઈ
Name:
Email ID:
Comments:
Code: