Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

ડિસેમ્બરથી કચ્છ એકસપ્રેસ-સયાજીનગરી દાદરથી ઊપડશે

કરછ એકસપ્રેસ ટ્રેન અને સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન ડિસેમ્બર- ૦૮થી દાદર ર્ટમિનસ સ્ટેશન ખાતેથી શરૂ કરવાની ખાતરી પિશ્ચમ રેલવેના જનરલ મેનેજર ઝીંગરને માજી કેન્દ્રીય ઊર્જા પ્રધાન શ્રીમતી જયવંતીબહેન મહેતાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને આપી હતી.

કરછ માટેની ટ્રેનોની સમસ્યાઓના નિરાકરણ માટે ઝીંગરનને મળેલા પ્રતિનિધિમંડળમાં મુંબઈ રેલ પ્રવાસીસંઘના પ્રમુખ મધુ કોટિયન, શ્રી કરછી એડવોકેટ્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ કાંતિભાઈ સંઘોઈ, ધી બોમ્બે ગ્રેન ડીલર્સ એસોસિયેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી બંસીલાલ છેડા, ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એન્ડ વર્કસ વેલફેર સોસાયટીના ઉપપ્રમુખ રશ્મિકાંત ભેદા હાજર રહ્યા હતા.

અગાઉ શ્રી કરછી એડવોકેટેસ વેલફેર એસોસિયેશનના નેજા હેઠળ ૨૩-૦૮-૨૦૦૮ના કરછની ટ્રેનોની સમસ્યા અંગે એક પરિસંવાદ યોજાઈ ગઈ હતો. દિવાળી વેકેશનમાં કરછ જતા પ્રવાસીઓની વધતી સખ્યાને ઘ્યાનમાં રાખતા પ. રેલવે ૨૩ ઓકટોબરથી દર અઠવાડિયે ૧ વધારાની હોલી ડે સ્પેશિયલ ટ્રેન ૮ જાન્યુઆરી-૦૯ સુધી દર અઠવાડિયે દોડાવશે, એમ જણાવ્યું હતું, તેમ જ કરછની ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટને ઘ્યાનમાં રાખી જરૂર પડે વધારાના ડબાઓ લગાવાશે, એવી બાંયધરી કમર્શિયલ ઓપરેટિંગ મેનેજર મૂર્તિએ આપી હતી. રેલવેની પ્રોપર્ટી વહેલી તકે, રિપેર કરાવવાની ખાતરી આપી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: