Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratAhmedabad City Ahmedabad City

ઓસામા-જેકસન ત્રાસવાદી તૌકીરના મિત્રો !

osama terrorist,tukir osama,terrorist friend,friend,terrorist,osama,tukirસુભાનની ઓરકુટની પ્રોફાઇલમાં બંનેને મિત્રો દર્શાવાયા, ઓસામાની પ્રોફાઇલ પર સુભાન સાથેની વાતચીત

અબ્દુલ સુભાનની પ્રોફાઇલમાં તેનો દાઢીવાળો ફોટો પણ છે, જયારે આતીફ અમીન અને ઝિયા અબ્દુલ રહેમાને પોતાના ફોટા પ્રોફાઇલમાં મૂકયા નથી

તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકા અને ભારત સામે જંગે ચઢેલા બે ખૂંખાર આતંકવાદીઓ ઓસામા બિનલાદેન અને મુંબઈના ઇન્ડિયન મુજાહિદ્દીનના માસ્ટરમાઇન્ડ અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીરનો મિત્ર માઇકલ જેકસન છે! ઓરકુટ પર સુભાને મૂકેલી પોતાની પ્રોફાઇલમાંથી આવું જ કંઈક છે. માત્ર સુભાન જ નહીં બલકે દિલ્હી સિરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ અને એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતીફ અમીને પણ પોતાની પ્રોફાઇલ ઓરકુટ પર મૂકી છે. જો કે તેમાં તેનો ફોટો નથી.

‘દિવ્ય ભાસ્કર’એ જયારે અબ્દુલ સુભાનની ઓરકુટ પ્રોફાઇલ ખોલી ત્યારે તેના ફ્રેન્ડ્ઝના બોકસમાં બે વિરોધાભાસી શખ્સીયતો, ઓસામા લાદેન અને માઇકલ જેકસનને જોઈને આશ્ચર્ય થયું હતું. ફ્રેન્ડઝ બોકસમાં એક બાજુ જયાં માઇકલ જેકસનનો ફોટો છે, ત્યાં બીજી બાજુ ઓસામા લાદેનનો ફોટો છે.

અબ્દુલ સુભાનની પ્રોફાઇલમાં તેનો દાઢીવાળો ફોટો પણ છે, જયારે અન્ય આતંકવાદીઓ જેવા કે આતીફ અમીન અને ઝિયા અબ્દુલ રહેમાને પોતાના ફોટા પ્રોફાઇલમાં મૂકયા નથી. જો કે તેમની પ્રોફાઇલમાં ધાર્મિક વાતોની ભરમાર છે. સુભાનની પ્રોફાઇલમાં લોકેશન બોકસની સામે ત્રણવાર અફઘાનિસ્તાન લખેલું છે. એટલું જ નહીં તેના સ્ક્રેપ બોકસમાં આગામી યોજનાઓ અંગેની વાતો પણ વર્ણવવામાં આવી છે. તેણે પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે ‘ ઇન્ડિયા કી તબાહી સિર્ફ એક મહિને મેં.’

સુભાન અને ઓસામાની આ ઓરકુટ પ્રોફાઇલમાં ઘણા લોકોએ લોગઇન કરીને તેમનાં મંતવ્યો પણ આપ્યાં છે. જેમાં કેટલાક તેની તરફેણના છે તો કેટલાક તેની મજાક ઉડાવતા અને ગાળો ભાંડતા છે.

ઓસામા લાદેનની સ્ક્રેપ બુકમાં તેની અને તૌકીર વચ્ચેની વાતચીત વર્ણવવામાં આવી છે. જેમાં ઓસામાને તે કહે છે કે ‘ભાઈ થોડા જલદી પ્લાન બના દો...કયું કી ઈસબાર વો અમેરિકા તબાહ કર દેગા ..યાર મેરા ભી અગલે બ્લાસ્ટ કા કયા પ્લાન હૈ...’ બીજી બાજુ તૌકીરની સ્ક્રેપ બુકમાં પણ અનેક ચોંકાવનારાં વાકયો લખાયાં છે, જેમ કે ‘અબ અગલા બ્લાસ્ટ બેંગલોરમંે.’ આ વાકયની આગળ ૬ લખેલું છે.

આ મેસેજ તેની સ્ક્રેપબુકમાં ૨૦-૯-૦૮ના રોજ લખવામાં આવ્યો છે. એટલે કે લગભગ ચારેક દિવસ પહેલાં જ તે મેસેજ મૂકવામાં આવ્યો છે. આ પ્રોફાઇલ કયા આઇપી નંબર પરથી મૂકવામાં આવી છે તે બાબતે દિલ્હી ક્રાઇમબ્રાન્ચની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ પણ તપાસ ચલાવી રહી છે...!



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: