Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

માતાના મઢ ભણી યાત્રિકોનો સંઘ રવાના

યાત્રિકોની સેવામાં બે કવાલિસ, બે ટ્રક, એક રિક્ષા સહિત અનેક વાહનો સેવાર્થે દોડી રહ્યા છે

નોરતાના પ્રથમ દિવસે જ માતા આશાપુરાના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવાના ઉદ્દેશ સાથે આજે સવારે પ૦૦ ભાવિકોનો સંઘ માતાના મઢ-કરછ જવા રવાના થયો હતો. રવાના થતાં પૂર્વે પેલેસ રોડ પરના આશાપુરા માતાજીના મંદિરે બાવન ગજની ઘ્વજા ચડાવાઇ હતી તેમજ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી, જે આસપાસના વિસ્તારમાં ફરી હતી.

સંઘમાં ૧પ વર્ષથી માંડી અને ૮૦ વર્ષની ત્રણ વૃઘ્ધાઓનો સમાવેશ થાય છે. ‘હાલો માતાના મઢ’ તેમજ ‘જય માતાજી’ના નાદ સાથે રાજકોટ-મોરબી ધોરીમાર્ગ ગજાવતો સંઘ પહેલાં રતનપર પહોંરયો હતો અને ત્યાં ઝાલા પરિવાર દ્વારા શ્રઘ્ધાળુઓને ભોજન કરાવાયું હતું.

આ સંઘ રાત્રિના મિતાણા પછીના હરિપર ખાતે પહોંચશે અને ત્યાં જ રાત્રિરોકાણ કરશે. રાત્રિના એચ.જે. સ્ટીલના કર્મચારીઓ દ્વારા સંઘને કઢી-ખીચડી, રોટલી, રોટલા-શાકનું ભોજન કરાવાશે અને સવારે ચા-જલેબી, ગાંડિયાનો નાસતો કરાવાશે. સવારના પાંચ વાગ્યે ભાવિકો હરિપરથી રવાના થશે. રાજકોટથી નીકળેલા ભાવિકોને ચા-સરબત સહિતની સુવિધા પૂરી પડાઇ રહી છે.

રાજકોટથી ખાસ વાહનમાં ગોલાવાળાને પણ તેડાવાયા હતા. કાલે બપોરે આ સંઘ મોરબી પાસેના શકતશનાળા પહોંચશે, જયાં રાજકોટના બિપીનભાઇ વ્યાસ તરફથી સંઘને જમણ કરાવાશે.

જયારે રાત્રિના સમયે મોરબીથી ઉપર આવેલા ભરતનગર પર પહોંચશે, જયાં રાજકોટના રાકેશભાઇ રાજદેવ તરફથી વાળુ (સંઘ્યા ભોજન)ની સુવિધા પૂરી પડાશે. સંઘના ભાવિકોની સાથે બે ટ્રક, બે કવાલિસ, ઠંડાપીણાના ૨૦૦૦૦ પાઉચ સાથેની એક રિક્ષા સહિતના વાહન સાથે ચાલી રહ્યા છે, જયારે ભાવિકોના પરિવારજનો તરફથી દોડતા વાહનો તો અલગ છે.

સંઘમાં ૧૪ થી ૧પ વર્ષની કુમારિકાઓ અને ૮૦ વર્ષની વયની વૃઘ્ધ મહિલાઓ પણ જોડાયા હતા. આયોજકોના મતે આ વૃઘ્ધ મહિલાઓ સૌથી આગળ ચાલે છે. ટંકારા પાસેના ખાનપરના મયાબા જાડેજા (ઉ.વ.૮૦)એ જણાવ્યું હતું કે, ચાલવાની શકિત માતાજી આપે છે, કોઇ તકલીફ કે પીડા થતી નથી.

ભાવિકો માટે આયોજકો પૈકીના જયદેવસિંહ જાડેજા, આશાપુરાધામ ઠેબચડાના પ્રધુમનસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, સુખદેવસિંહ ઝાલા, અજયભાઇ અગ્રાવત સાથે જ ચાલી રહ્યા છે તેમજ યાત્રિકો માટે બે માલિસવાળા પણ સાથે ચાલી રહ્યા છે. વળી વિવિધ દવાઓ, તબીબ , ચપ્પલ-મોજા, ગરમ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: