Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ટોપ-ટેનમાંથી બહાર

વૈશ્વિક નાણાકીય ઉથલપાથલના પગલે શેરબજાર ગબડવાની વરચેreliance દેશની ટોચની શ્રેષ્ઠ દસ કંપનીઓની કબલમાંથી અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને પોતાનું સ્થાન ગુમાવ્યું છે.

રૂ.૭૭,૩૭૫,૦૩ કરોડની બજાર મૂડી સાથે ટોચની દસ કંપનીમાં એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રકશન મેજર લાર્સન એન્ડ ટૂબ્રો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુ.થી આગળ નીકળી ગઇ છે.

જયારે એડીએ જૂથની ફર્મે પણ રૂ.૭૭,૨૦૪ કરોડની બજાર મૂડી સાથે ટોચની દસ કંપનીમાં સ્થાન મેળવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન્સમાં તેની બજાર મૂડીમાં રૂ.૩,૫૨૯,૪૭નો ઘટાડો રિલાયન્સ કોમ્યુનિકેશને કર્યોછે. જેના કારણે બજાર મૂલ્યને આધારે રિલાયન્સ કોમ્યુ. ૧૧માં સ્થાને રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની સૌથી મૂલ્યવાન ફર્મમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેની માર્કેટ કેપમાં રૂ.૧૭,૫૪૪ કરોડનો વધારો થયો છે. દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપનીનું સ્થાન મેળવનારી જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીની બજાર મૂડીમાં રૂ.૧૭,૫૪૪.૪૧ કરોડનો બીજા ક્રમાંકનો મોટો વધારો નોંધાયો છે.

જયારે પીએસયુ પાવર યુટિલિટી એનટીપીસીના બજાર મૂડીમાં રૂ.૭,૬૨૭ કરોડનો વધારો નોંધાયો છે. અગ્રણી ટેલિકોમ ફર્મ ભારતી એરટેલની બજાર મૂડીમાં રૂ.૩,૮૭૨નો, દેશના સૌથી મોટા લેન્ડર એસબીઆઇની મૂડીમાં રૂ.૩,૩૨૦ કરોડનો અને ભેલના મૂડીમાં રૂ.૬૨૮ કરોડનો વધારો નોંધાયો છે.

તેની બજાર મૂડીમાં રૂ.૨૪,૨૨૪ કરોડનો ઘટાડો કરનારી રાજય હસ્તકની એનએમડીસી બે સ્થાન નીચે સરકીને આઠમાં ક્રમે આવી ગઇ છે. ગયા સપ્તાહે તે છઠ્ઠા સ્થાન પર હતી. દરમિયાન શુક્રવારના વેપાર બાદ છ જાહેર ક્ષેત્રની અને ચાર પ્રાઇવેટ ક્ષેત્રની થઇને કુલ દસ કંપનીઓનું બજાર મૂલ્ય રૂ.૧૩.૭૮ લાખ કરોડ છે. જે ગયા સપ્તાહની(૧૩.૬૯ લાખ કરોડ) સરખામણીમાં વધુ છે.

ટોચની દસ કંપની

-આરઆઇએલ...... ૨,૯૮ લાખ કરોડ
-ઓએનજીસી....... ૨,૨૯ લાખ કરોડ
-ભારતી એરટેલ......૧,૫૧ લાખ કરોડ
-એનટીપીસી....... ૧.૫૦ લાખ કરોડ
-એમએમટીસી...... ૧.૦૮ લાખ કરોડ
-એસબીઆઇ........૯૯,૩૩૩ કરો઼ડ
-ઇન્ફોસીસ......... ૯૨,૯૩૯ કરોડ
-એનએમડીસી.......૮૬,૪૩૦ કરોડ
-ભેલ.............૮૩,૭૪૨ કરોડ
-એલએન્ડટી........૭૭,૩૭૫ કરોડ



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: