Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratAhmedabad City Ahmedabad City

હું કયારેય આસારામ આશ્રમમાં ગઈ નથી: બકુલાબહેન સોલંકી

પતિ રાજેશ સોલંકીના અસહ્ય ત્રાસથી તંગ આવી જઈ ઘર છોડી દીધું હતું

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવઇ ગામના રહેવાસી રાજેશભાઇ સોલંકીની પત્ની બકુલાબહેનને પાંચ માસથી સુુરત ખાતેના આસારામના આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હોવાના આક્ષેપોનો ખુલાસો મંગળવારે ખુુદ બકુલાબહેને કર્યોહતો. આટલું જ નહીં પતિ રાજેશભાઇ સોલંકીનાં કરતૂતોનો પર્દાફાશ કરતા બકુલાબહેને જણાવ્યું હતું કે પોતે ડેપ્યુટી કલેકટર હોવાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરી રાજેશે મારી સાથે લગ્ન કર્યા હતાં.

ત્યારબાદ તે મારા ચારિત્ર્ય અંગે શંકા-કુશંકા રાખતો હતો. રાજેશના ત્રાસથી તંગ આવી ગયેલા બકુલાબહેન ઘર છોડીને ડીંડોલી ખાતે રહેતા માસીના ઘરે આવી ગઇ હતી. બકુલાબહેને એ વાતનો પણ ખુલાસો કર્યોહતો કે તેમના ઘર છોડીને જવાની ઘટના અને આસારામને દૂર સુધી કોઇ લેવા દેવા નથી. તેમણે કયારેય આસારામને જોયા નથી અને કયારેય આશ્રમમાં પણ ગયાં નથી.

રાજેશભાઇ સોલંકીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમની પત્ની બકુલાબહેન (ઉ.વ.૨૭)ને પાંચ માસથી સુુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમમાં ગોંધી રાખવામાં આવી છે. આટલું જ નહીં આસારામના તાંત્રિક ગુલાબભાઇએ બકુલાબહેનને તાંત્રિકવિધા શીખવાડી હતી જેનો ઉપયોગ દીપેશ-અભિષેકની હત્યામાં કરવામાં આવ્યો હતો.

જો કે રાજેશભાઇના પત્ની બકુલાબહેન આસારામના એક પણ આશ્રમમાં નહીં હોવા છતાં રાજેશભાઇના આક્ષેપોને ખોટા પુરવાર કરવા આશ્રમ સત્તાવાળા દ્વારા બકુલાબહેનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આખરે બકુલાબહેન સુરતના ડીંડોલી ગામ ખાતે રહેતા તેના માસી જશુબહેન પ્રવીણભાઇ ગોહિલના ઘરેથી મળી આવતા મંગળવારે તેમને મોટેરા ખાતેના આસારામના આશ્રમમાં લાવવામાં આવ્યાં હતાં.

કહેવાતો તાંત્રિક ગુલાબ બકુલાબહેનનો બનેવી છે

રાજેશભાઇ સોલંકીએ એવો આક્ષેપ કર્યોહતો કે તેમની પત્ની બકુલાને આસારામના સુુરતના જહાંગીરપુરા ખાતેના આશ્રમમાં રહેતા તાંત્રિક ગુલાબભાઇ લલ્લુભાઇ ચૌહાણે ગોંધી રાખી છે અને દીપેશ-અભિષેકની હત્યામાં બકુલાનો ઉપયોગ કરવા તેને તાંત્રિકવિધા શિખવાડવામાં આવી છે. બકુલાબહેને જણાવ્યું હતું કે રાજેશભાઇ જે ગુલાબભાઇને આસારામનો તાંત્રિક બતોવે છે તે ગુલાબભાઇ ખરેખર બકુલાબહેનની દીકરીનો પતિ છે એટલે કે બકુલાનો બનેવી છે.

રાજેશ સોલંકીએ અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી છે: ઉદય સંઘાણી

રાજેશ સોલંકીએ કરેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવી આશ્રમના પ્રવકતા ઉદય સંઘાણીએ કહ્યું હતું કે રાજેશભાઇના પત્ની બકુલાબહેન આસારામના એક પણ આશ્રમમાં નહીં હોવા છતાં રાજેશભાઇના આક્ષેપોને ખોટા પુરવાર કરવા બકુલાબહેનની તપાસ કરી તેમને સામે લાવવા સાધકો કામે લાગ્યા હતા. દરમિયાનમાં ડીંડોલી ગામ ખાતેથી બકુલાબહેન મળી આવતા તેમની પૂછપરછ કરતા તેમણે પતિના ત્રાસથી ઘર છોડયું હોવાનું તેમજ માસીના ઘરે રહેતી હોવાનું જણાવ્યું હતું.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: