Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeVisheshVignan & Technology Vignan & Technology

કેવી રીતે બનાવશો ‘ફૂલપ્રૂફ’ પાસવર્ડ?

ગયા અઠવાડિયે આપણે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કોઈ ઇ-મેલ સ્પૂફિંગ કરીને આપણા આઇડીનો ઉપયોગ કરી શકે એની વાત કરી હતી. વાત માત્ર ઇ-મેલ પૂરતી સીમિત નથી.

હવે વેબ ૨.૦ના જમાનામાં, જેમાં મારા-તમારા જેવા નેટયૂઝર્સ પણ કન્ટેન્ટ જનરેટ કે શેર કરી શકે છે એવા સમયમાં, નેટ પર ડગલે ને પગલે તમારા આગવા એકાઉન્ટ માટે આઇડી અને પાસવર્ડ નક્કી કરવાં પડે છે. બ્લોગ લખવા, ફ્રેન્ડ્સ સાથે ચેટ કરવા, નેટ પર નોકરી શોધવા, લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરવી... બધામાં જોઈએ પાસવર્ડ. બધી રીતે ગોઠવાયા પછી નેટબેંકિંગનો ઉપયોગ શરૂ કરો તો પણ જૉઈએ પાસવર્ડ. આ બધામાં નેટબેંકિંગનો પાસવર્ડ જો કોઈ ‘ચોરી’ જાય તો સૌથી વધુ ઉપાધિની શકયતા.

તો ‘ફુલપ્રૂફ’ પાસવર્ડ કેવી રીતે બનાવવા? ગાંધીનગરથી વાચકમિત્ર અશ્વિન જાટિયાએ મોકલેલી આ ‘પાસવર્ડ પ્રોટેકશન ટિપ્સ’ ખરેખર ઉપયોગી થાય તેવી છે...

નક્કી કરેલ પાસવર્ડમાં ઓછામાં ઓછા છ અક્ષર હોય તે જરૂરી છે.

ડિક્ષનરી કે શબ્દકોશમાં હોય તેવા શબ્દો કયારેય પાસવર્ડ માટે નક્કી કરવા ન જોઈએ. તેમ જ બીજે કયાંય ઉપયોગ કર્યો હોય તે પાસવર્ડ અન્ય જગ્યાએ કયારેય ન વાપરવો જોઈએ.

કોઈ પણ ટિપ્સ આપી હોય ત્યાંથી તેની નકલ કરીને એનો એ જ પાસવર્ડ કયારેય આપવો નહીં. himanshu1 તમારો પાસવર્ડ કોઈને કયારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ કયાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ભી થાય તો ઇ-મેલ કે એસએમએસથી કયારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ.

જયાં આઇડી તરીકે તમારું ઇ-મેલ આઇડી આપવાનું હોય ત્યાં અચૂક નવો પાસવર્ડ બનાવો. ઇ-મેલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલેચૂકે પણ ન લખવો નહીં.

સૌથી અગત્યની વાત, થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો. સલામતીની સાથે સાથે કલ્પનાશકિત અને યાદશકિત પણ વધશે!



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: