Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

આંતકવાદીઓના હિચકારા કૃત્ય સામે કડક પગલાં ભરો

અમદાવાદમાં આજે સાંજે થયેલા શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં નિર્દોષ લોકોનાં મોત થતાં શહેરના આગેવાનોએ આ આતંકવાદી ઘટનાને હિચકારું કòત્ય લેખાવી વખોડી કાઢી છે. આગેવાનોએ રાજય વિરોધી તત્ત્વો સામે કડક હાથે કામ લેવાની માગણી કરી છે.

બોંબ ધડાકાની ઘટનાને વખોડતાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજિતસિંહ રાઠવા, વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી, કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ આગેવાનો પંકજ જાની, કમલ પંડયા, માજી સાંસદ સત્યજિત ગાયકવાડ અને અશ્વિન શાહે જણાવ્યું હતું કે, જેઓનો કોઇ ધર્મ કે જાત નથી તેવા આતંકવાદીઓએ બોંબ ધડાકા દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.

આ ઘટના નિંદનીય છે. રાજય સરકારે અધમ કòત્ય કરનારા તત્ત્વો સામે આકરાં પગલાં લઇ પ્રજાજનોને સલામતી આપે તે જરૂરી છે. વડોદરા શહેર ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, મેયર બાળકòષ્ણ શુકલ, માજી મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટે અમદાવાદમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા શ્રેણીબદ્ધ બોંબ ધડાકાની ઘટનાને આકરાં શબ્દોમાં ઝાટકણી સાથે વખોડી કાઢી હતી. ભાજપના આગેવાનોએ બોંબ ધડાકામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી આવી ઘટનામાં સંડોવાયેલા દેશવિરોધી લોકોને આકરી સજા ફટકારવાની માગ કરી હતી.

એન.સી.પી.ના પ્રદેશ ઉપપ્રમુખ અશોક પવારે આતંકવાદી ઘટનાને વખોડી કાઢી આ ઘટનામાં સંડોવાયેલા લોકોને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાનો અનુરોધ કર્યોહતો. ગુજરાત પર્યાવરણ સુરક્ષા સમિતિના આગેવાન રોહિત પ્રજાપતિ અને સહિયર સંસ્થાના અગ્રણી તૃપ્તિ શાહે બોંબ ધડાકાની ઘટનાને દુ:ખદ લેખાવી આતંકવાદી પ્રવૃત્તિ આચરનાર તત્ત્વોને કડક હાથે ડામી દેવા જણાવ્યું હતું.

કોર્પોરેટર નફીસા શરીફભાઇ કાપડિયા અને પુષ્પાબહેન વાધેલાએ નિર્દોષ વ્યકિતઓને મોતને ઘાટ ઉતારનારી બોંબ ધડાકાની ઘટનાને આતંકવાદીઓનું હલકી કક્ષાનું કòત્ય લેખાવી અરાજકતા ફેલાવવા માગતા તત્ત્વોને ઓળખી તેમની સામે પગલાં ભરી રાજયમાં શાંતિ અને ભાઇ-ચારાનો માહોલ સર્જાઇ રહે તે જોવા અનુરોધ કર્યોહતો.

સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયાના અગ્રણી જયેશ પટેલે બોંબ ધડાકાના બનાવને ચિંતાજનક લેખાવી તે અંગે દુ:ખ વ્યકત કર્યું હતું. તેમણે અમદાવાદની જનતાને એકતા બનાવી રાખવા અપીલ કરી હતી. સર્વોદય કાર્યકર અને કોમી એકતા સમિતિના જનરલ સેક્રેટરી બફાતીશા આર. દીવાને આતંકવાદી ઘટનાને કદાપી માફ કરી શકાય નહીં તેમ જણાવી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલનારા બોંબ ધડાકાને વખોડી કાઢયા હતા. તેમણે આ ઘટનાની તટસ્થ રીતે તપાસની માગ કરી હતી.

પ્રો.જે.એસ.બંદૂકવાલાએ બોંબ ધડાકાના બનાવને વખોડી કાઢી.વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલ અને બરોડા ડેરીના પ્રમુખ મધુભાઇ શ્રીવાસ્તવે પણ બોંબ ધડાકાની ઘટનાને જધન્ય અપરાધ તરીકે લેખાવી નિર્દોષ લોકોને રંજાડવાના આંતકવાદીઓના આ કાયરતાપૂણર્ કòત્યની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

મૌલાના મહંમદ નફીસ, મૌલાના મહંમદ અકમલ અને સૈયદ અમીને આ ઘટનાને લખોડી કાઢી હતી અને હિન્દુ-મુસ્લિમ સમુદાયને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના અગ્રણી અબ્દુલ અઝીઝ ઼઼ડાંગીવાલા, અમીન સૈયદ અને મુનીર ખેરુવાલાએ બોંબ ધડાકાની ઘટના પ્રત્યે દુ:ખ વ્યકત કરી નરાધમોને પકડી પાડવા માગણી કરી હતી. તેમજ બનાવ અંગે સીબીઆઇ તપાસ કરવા અનુરોધ કર્યોહતો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: