Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratAhmedabad City Ahmedabad City

બંધ દરમિયાન અમદાવાદમાં પથ્થરમારો

આસારામ ગુરુકુળમાં ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલા દીપેશ અને અભિષેકને ન્યાય મળે તે હેતુસર આજે અપાયેલા અમદાવાદ બંધના એલાનને આજે સફળતા મળવા પામી છે. પરંતુ અમદાવાદમાં આજે ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે. બંધ દરમિયાન નવાવાડજ, સાબરમતી, નિર્ણયનગર, મણિનગર જેવા વસ્તારોમાં રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળેલ છે. તો અમરાઈવાડીમાં લોકોએ બસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો.

અમદાવાદ બંધના પગલે આજે ઠેર ઠેર પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા નવાવાડજમાં લાઠીચાર્જ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે આશારામ બાપૂએ મૃતકોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપી હતી અને જે કોઈનો પણ આ કૃત્ય પાછળ હાથ હશે તેને છોડવામાં નહિ આવે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

મળતા સમાચારો મુજબ અમદાવાદમાં પરિસ્થિતિ વધુ તંગ બની છે. એક એસ.ટી બસ સળગાવી દેવાઈ છે, તો નિર્ણય નગરમાં એક પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો છે.

આસારામ આશ્રમના સમર્થકો મોટેરા સ્ટેડિયમની આસપાસ બહાર નીકળી આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. જાણવા મળ્યા મુજબ એક ટીવી ચેનલના મહિલા પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. કેમેરા તોડી નાખવામાં આવ્યા છે. આસારામ આશ્રમના સમર્થકો મોટી સંખ્યામાં લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી છે અને પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: