Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeBhaskar City Bhaskar City

૨૦૨૦માં નળસરોવર શહેરમાં હશે!

આપણું અમદાવાદ આવનારા દિવસોમાં વસ્તી, વિસ્તાર, વસાહતો અને સવલતોમાં કેવું હશે તેનો સિટી ભાસ્કરની દૃષ્ટિએ એક ચિતાર

મેટ્રો સિટી તરફ આગળ વધી રહેલું અમદાવાદ વર્ષ ૨૦૨૦માં કયાં સુધી પહોંરયુ હશે તેની કલ્પના ખરેખર રોચક છે. ૨૦૨૦માં અમદાવાદની લાઈફ સ્ટાઈલ ભલે બદલાઈ ગઈ હશે પરંતુ ટ્રાફિકમાં ઝીગ-ઝેગ વાહન હંકાવવાની ડ્રાઈવિંગ સ્ટાઈલ નહીં બદલાઈ હોય. મોલ અને કોફી શોપ કલ્ચર ખૂબ વધી ગયું હશે પરંતુ કટિંગ ચા ની ચુસ્કીઓ પ્રત્યેનો પ્રેમ બરકરાર રહેવાનો.

અમદાવાદને હાઈ-ફાઈ સિટી બનતું જોવાની આપણી બધી કલ્પનાઓ હવે હકીકતમાં પરિણમશે. શહેરના ગર્ભમાં આકાર પામી રહેલી ‘રેઈન વોટર ડ્રેનેજ સિસ્ટમ પરિયોજના’ વરસાદી પાણીની સમસ્યાનો અંત લાવશે, તો શહેરના જુદા-જુદા ભાગોમાં બની રહેલા સાત નવા ફ્લાયઓવર, અંડરબ્રિજ અને બી.આર.ટી.એસ. બસસેવા શહેરને ટ્રાફિકમુકત અમદાવાદ બનાવશે. પૂરઝડપે વિકસી રહેલું ઇન્ફ્રાસ્ટ્રકચર નજીકના ભવિષ્યમાં અમદાવાદના રૂપરંગ બદલી નાખશે.

વસ્તી ૫૩ લાખ વટાવી ચૂકી હશે...

અમદાવાદના વર્તમાન વસ્તી વૃદ્ધિ દર પ્રમાણે વર્ષ ૨૦૨૦માં અમદાવાદની વસ્તી ૫૩ લાખનો આંક વટાવી ચુકી હશે. વર્ષ ૧૯૯૧મા કરવામાં આવેલા વસ્તી ગણતરીમાં અમદાવાદની વસ્તી ૨૮,૬૭,૭૧૦ હતી જે ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં વધીને ૩૫,૨૦,૦૮૫ પર પહોંચી હતી. ૧૯૯૧થી ૨૦૦૧ સુધી ફળદ્રૂપ અમદાવાદીઓ બે ટકાના દરે વઘ્યા છે અને ૨૦૨૦ સુધીમાં આજ દરે વધતા રહ્યા તો આપણું અમદાવાદી પરિવાર લગભગ ૫૩ લાખ સદસ્યોનું બનશે. ગાડી હશે પણ રસ્તો ખાલી નહીં હોય...!

વર્ષ ૨૦૨૦માં શહેરમાં મિલ્ટસ્ટોરેજ પાર્કિંગ હશે, પહોળી સડકો અને ફ્લાય ઓવર્સ પણ હશે પરંતુ ટ્રાફિક એટલો વધુ હશે કે અમદાવાદીઓને વાહન ચલાવવા અને પાર્ક કરવા માટે જગ્યા જ નહીં મળે. શહેરમાં વસ્તી કરતાં વધુ ઝડપથી વાહનો વધી રહ્યાં છે. . અમદાવાદ આરટીઓથી પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં દર વર્ષે લગભગ ૧ લાખ ત્રીસ હજાર જેટલાં નવાં વાહનો ઉમેરાય છે. જો આ જ ઝડપે અમદાવાદીઓ વાહનો ખરીદતાં રહ્યાં તો વર્ષ ૨૦૨૦ સુધી અમદાવાદમાં વાહનોની સંખ્યા ૨૦ લાખ ૭૦ હજારથી વધુ હશે. બધા પાસે ગાડી હશે પણ રસ્તો નહીં મળે!

વર્ષ - સતત વધતાં વાહનો

૨૦૦૫ - ૧,૨૫,૯૫૫

૨૦૦૬ - ૧,૧૯,૫૪૭

૨૦૦૭ - ૧,૩૪,૭૮૫

૨૦૨૦ - ૨૦,૭૦,૨૬૫

બીઆરટીએસ પ્રોજેકટ પતી ગયો હશે...!

છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદનાં જુદા-જુદા ભાગોમાં એએમસીની મહત્ત્વાકાંક્ષી પરિયોજના બીઆરટીએસનું કામ ધમધોકાડ ચાલી રહ્યું છે. આ યોજનાઓ વર્ષ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઈ ચૂકી હશે. રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવની સફળતા વિશે તો એએમસીના અધિકારીઓને કોઈ શંકા નથી પરંતુ બી.આર.ટી.એસ. વિશે પૂછતાં તેઓ કહે છે, બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિષે અત્યારથી કશું કહી ના શકાય કારણ કે કેટલાંક શહેરોમાં આ અસફળ પણ થઈ છે.

નળસરોવર અમદાવાદમાં આવી જશે...!

વર્ષ ૨૦૨૦ સુધીમાં થોળ, નળસરોવર અને ઈન્દ્રોડા પાર્ક જેવાં પિકનિક સ્પોટ અમદાવાદીઓ માટે કાંકરિયા અને વસ્ત્રાપુર તળાવની જેમ હાથવગાં બની જશે. વર્ષ ૧૯૮૧થી ૨૦૦૧ સુધી વિસ્તારની દૃષ્ટિએ અમદાવાદે ૯૫ ટકા વિસ્તરર્યું છે. જો આજ ગ્રોથ કાયમ રહે તો આજે ૨૭૪ કિલોમીટર વિસ્તાર ધરાવતું અમદાવાદ વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫૩૩ કીલોમીટર સુધી ફેલાઈ જશે. આ સ્થિતિમાં કડી, કલોલ, ધોળકા, ખેડા, મહુધા, બારેજા અને દેહગામ જેવા વિસ્તારો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘ્વજ લહેરાતો હશે.

ચારે દિશામાં વધી રહેલું અમદાવાદ

વર્ષ - અમદાવાદનું ક્ષેત્રફળ - વૃદ્ધીદર

૧૮૭૨ - ૧૪૧૪(એકર)

૧૮૯૧ - ૨૮૨૩ - ૯૨ ટકા

૧૯૦૧ - ૩૬૮૯- ૩૧ ટકા

૧૯૪૨ - ૧૨૯૬૪ - ૧૦૭ ટકા

૧૬૬૧ - ૨૨૯૭૫ - ૭૭ ટકા

૧૯૮૧ - ૨૪૨૫૨ - ૫.૫ ટકા

૨૦૦૧ - ૪૭૧૫૬ - ૯૫ ટકા

વિસ્તરતો જતો શહેરી વિસ્તાર

વર્ષ - નવી હદ(કિ.મી)

૨૦૦૮ - ૨૭૩.૩૨

૨૦૨૦ - ૫૩૩.૬૨



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: