Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

તાતા, જગુઆર, લેન્ડ રોવરના ડીલરોના ત્યાં અચાનક પહોંચી જતાં સહુ અચંબામાં

જગુઆર, લેન્ડ રોવરના ડીલરોને પહેલી વખત કોઇ માલિક મળ્યા

ફોર્ડની પ્રખ્યાત બ્રાન્ડ જગુઆર અને લેન્ડ રોવર વેચનાર ચાર દાયકા જૂના ડીલરોએ જયારે તેમની કારોના નવા માલિક રતન તાતાને તેમના વરચે જૉયો તો સૌ અચંબામાં પડી ગયા. તેમના જીવનમાં પહેલી વખત કંપનીનો માલિક તેમને રૂબરૂ હતો, તેમની સાથ રાા પીતો હતો અને તેમને સ્પર્શ કરી રહ્યો હતો.

તાતાએ જગુઆર, લેન્ડ રોવરના હજુ ફકત ૩ અબજ ડોલર જ ચૂકવ્યા છે, પરંતુ તે જયારે ડીલરોને મળવા અમેરિકા પહોંરયા તો, ડીલર તેમને જૉઇને આશ્ચર્યમાં પડી ગયા હતા. શિકાગોના કેટલાંક ડીલરો તો એમ પણ કહેતા જૉવા મળ્યા કે, તેમને તેમના પિતાએ પણ આટલા પ્રેમથી ગળે નથી લગાવ્યા.

ડીલરોને આ બાબતથી એક આશ્વાસન મળી ગયું કે, જગુઆર હવે યોગ્ય હાથોમાં પહોંચી છે. ડીલરોએ તાતાને જણાવ્યું કે, જૉ જગુઆરને બેન્ટલે સાથે સ્પર્ધા કરવી હશે તો તેને આધુનિક બનાવવાની રહેશે.

આ દરમિયાન રતન તાતા શાંતિની નોંધ લખતા રહ્યા. દુનિયામાં તાતાનો વાહન કારોબાર સંભાળનાર રવિકાંત પણ ડીલરોને પૂછતા રહ્યા કે, તેમના નફાનું માર્જિન કેટલું છે, તેમની પાસે કેટલાં લોકો કામ કરી રહ્યાં છે, તેમને શું સમસ્યાઓ છે વગેરે, વગેરે.

રતન તાતાએ જયારે સેન ફ્રાન્સિસ્કોમાં લેન્ડ રોવરના ડીલરો સાથે મુલાકાતમાં જણાવ્યું કે, તેઓ કેવી રીતે ઇંધણની બચત કરતી લેન્ડ રોવર બનાવવા માંગે છે, તો કેટલાક ડીલરોએ તેમને બ્રિટિશ સ્પોટ્ર્સ કાર એકસકે-ઈ બનાવવાની ભલામણ પણ કરી નાખી. આગળ જતાં તાતા લેન્ડ રોવરમાં સ્ટીલના બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: