મહારાષ્ટ્ર સરકાર વધુ ઈમારતો પર હેલિપેડ ઊભા કરવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. આ પગલાંથી હેલિકોપ્ટર ખરીદી શકતા શ્રીમંતોને શહેરના ટ્રાફિકજામમાં સાઈ જવાની નોબત નહીં આવે. રાષ્ટ્રમાં મુંબઈ શહેર એવું પ્રથમ શહેર બનશે, જયાં ઈમારતો પર હેલિપેડ ઊભાં થશે. શહેરમાં અંદાજે ૨૦૦ જેટલાં હેલિકોપ્ટરો છે.
આ હેલિકોપ્ટરો એસ્સાર, કિંગફિશર, સિંઘાનીયાઝ અને ઓએનજીસીની માલિકીના છે. શહેર વિકાસ વિભાગના મુખ્ય સચિવ થોમસ સી. બેન્જામીને જણાવ્યું હતું કે સરકાર પાસે આ બાબતની ઘણી અરજીઓ નિકાલ વગરની પડી છે, એટલે હવે આ અંગે કોઈ જૉગવાઈ કરવામાં આવે એ જરૂરી છે.
હાલ ખાનગી હેલિકોપ્ટર માલિકોના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે માત્ર મહાલક્ષ્મી રેસ કોર્સ ખાતે જ લેન્ડિંગ સુવિધા છે. પેડરરોડ ફલાઈઓવર જેવા પ્રોજેકટો સામે ત્યાંના રહીશોએ નોંધાવેલા વિરોધને ઘ્યાનમાં લઈને સરકારે જણાવ્યું હતું કે હેલિપેડ અંગે નિર્ણય લેતાં પહેલાં સરકાર રહેવાસીઓની ચિંતા અંગે પણ વિચાર કરશે.
અવાજ પ્રદૂષણ, ઈમારતની મજબૂતાઈ તેમ જ અન્ય પર્યાવરણીય બાબતો કઈ બિલ્ડિંગ પર હેલિપેડ બંધાય એ નક્કી કરશે. પોતાના નવા પ્રીમિયમ બાંધકામો પર હેલિપેડ બાંધવાની યોજના ધરાવતી હીરાનંદાની જેવી કંપનીઓને આ સમાચારથી જરૂર આનંદ થશે.
હીરાનંદાની કન્સ્ટ્રકશનના એમડી નિરંજન હીરાનંદનીએ જણાવ્યું હતું કે હવે હેલિકોપ્ટરો કોઈ લકઝરી રહ્યા નથી, એ જરૂરિયાત બની ગયા છે. મેં એવું સાભળ્યું છે કે એક ઉધોગપતિને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેને બે કિ.મી.નું અંતર કાપતા ઘણો સમય લાગી ગયો હતો એમ હીરાનંદનીએ વધુમાં જણાવ્યું હતું. ઈમારતો પર જૉ હેલિપેડ ઊભાં કરાશે તો મુંબઈના અતિશ્રીમંત લોકો માટે એર ટેકસીની સેવાની શકયતા ઊભી થશે .
અને વિમાનીમથકથી શહેરના નાણાકીય કેન્દ્ર સુધી ચોપર સર્વિસનો વિચાર કરતાં કિંગફિશરને દોડવું હતું અને ઢાળ મળશે જેથી શહેરના આકાશમાં પણ કદાચ ટ્રાફિકજામનો નજારો જૉવા મળે તો નવાઈ નહીં.
Name:
Email ID:
Comments:
Code: