Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

ધીંગી ધારે મુંબઈમાં વરસાદનો બીજો રાઉન્ડ

waterબેથી અઢી ઈંચ વરસાદ પડતા રાહત અનુભવાઈ

સપ્તાહ સુધી હળવા ઝાપટાંનો અનુભવ કરનાર મુંબઈ શહેરમાં આજે ભારે વરસાદ પડયો હતો અને આગામી થોડા દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે, વેધશાળાના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આજે સવારે ૮.૩૦ કલાકે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન કોલાબા ખાતે ૪૮.૨ મિ.મી. અને સાંતાક્રુઝ ખાતે ૮૨.૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

છેલ્લા એક-બે અઠવાડિયાથી શહેરમાં કયારેક કયારેક હળવા ઝાપટાં પડતા હતા અને હવે જો જરૂરી સ્થિતિનું નિર્માણ થશે તો વરસાદનું જૉર હજી વધશે, એમ મુંબઈના રિજનલ મિટિયોરોલોજીક સેન્ટરના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ડો. સી.વી.વી. ભદ્રમે જણાવ્યું હતું.અત્રે સ્થિતિ સાનુકૂળ છે અને એવું લાગે છે કે ભારે વરસાદની આ રેલી મુંબઈ અને કોંકણમાં હજી બે-ત્રણ દિવસ ચાલશે. એમ ભદ્રમે વધુમાં જણાવ્યું હતું.

જૂનના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદનો અનુભવ કરનારા મુંબઈગરા પછી ૧૫ દિવસ સુધી ગરમી અને બફારાનો અનુભવ કરતાં હતા. વાદળિયું હવામાન રહેતું હતું, પરંતુ વરસાદ પડતો ન હતો. હવે આજે પડેલા વરસાદથી મુંબઈગરાઓને ગરમી અને બફારામાંથી જરૂર રાહત મળશે.

ભારે વરસાદ હોવા છતાં પિશ્ચમ અને મઘ્યરેલવેની ટ્રેન સેવાને કોઈ વિપરીત અસર થઈ નહોતી. ટ્રેનો નિયમિત દોડતી હતી, એમ રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું. શહેર અને ઉપનગરોમાં કયાં પણ પાણી નહીં ભરાતાં માર્ગ પરિવહન પણ સરળ રહ્યો હતો. શહેરના વિમાનીમથકેથી વિમાન વ્યવહાર પણ સમયપત્રક મુજબ ચાલુ હતો અને વરસાદની કોઈ અસર થઈ ન હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: