Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

કોંગી નેતા હત્યાકાંડમાં તપાસ પૂરી કરવા આદેશ

કોંગ્રેસી નેતા વિશ્રામ પાટીલ હત્યા કેસમાં ૨૫ જુલાઈ સુધી તપાસ પૂરી કરવાનો મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈને સમય આપ્યો હતો. વિશ્રામ પાટીલની પત્ની આ કેસમાં અરજદાર છે તે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના ભાઈને આ કેસમાં આરોપી બનાવવા માગે છે.

જસ્ટીસ આર.એમ.એસ. ખંડેરપારકર અને જસ્ટીસ પી.બી. મજુમદારની ડિવિઝન બેન્ચે આ કેસની તપાસ પૂરી કરવામાં આટલો બધો સમય કેમ લાગે છે એવો સવાલ સીબીઆઈને કર્યોહતો. ‘આ કેસ ગયા ફેબ્રુઆરી મહિનામાં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સંતોષકારક તપાસ થઈ નથી.’’ એવું નિરીક્ષણ કોટર્ે કર્યું હતું.

સીબીઆઈ વતી હાજર રહેલાં એસોસિયટે સોલીસીટર જનરલ ગોપાલ સુબ્રહમણ્યમે કોર્ટને એવી માહિતી આપી હતી કે આરોપી સામે બીજી પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને વિવિધ ટેસ્ટ આરોપી પર હાથ ધરવા જૉઈએ.

આવી ટેસ્ટ કરવા માટે પહેલાં આરોપીની સંમતિ લેવી જરૂરી છે એવી સીબીઆઈની સામાન્ય પ્રક્રિયા હોય છે. આ કેસમાં આરોપીએ તેની સંમતિ આપી નથી એટલે સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. નાર્કોએનાલીસીસ થઈ શકતી નથી એ એક માત્ર કારણસર સીબીઆઈ શા માટે સમગ્ર તપાસને રોકી રાખે છે એવો સવાલ કોટર્ે કર્યોત્યારે સીબીઆઈના વકીલે જણાવ્યું હતું કે, પરીક્ષણોથી આ કેસનો ઉકેલ સારી રીતે થઈ શકે તેમ છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: