Vishesh
Vignan & Technology Vignan & Technology અમિતાભ બરચન અને આમીર ખાનથી માંડીને હવે તો લાલુપ્રસાદ યાદવ સુધીના લોકો બ્લોગ લખતા થઈ ગયા છે અને આ બધી સેલિબ્રિટીઝને કારણે લોકો બ્લોગ વિશે જાણતા અને એના વિશે ચર્ચા કરતા પણ થયા છે, પણ મોટા ભાગના લોકોને મૂંઝવતો સવાલ એ છે કે અલક-મલકની વાતોના ખજાના જેવા આ બ્લોગ્સ સુધી પહોંચવું કઈ રીતે? સેલિબ્રિટીના બ્લોગનાં સરનામાં તો મીડિયામાંથી મળી રહે, પણ ખરેખર મજાના અને મહામહેનતે તૈયાર થયેલા, અજાણ્યા લોકોના બ્લોગ સુધી પહોંચવું હોય તો? ગુજરાતી બ્લોગ્સમાં ખાંખાખોળાં કરવામાં તમને રસ હોય તો ખાસ તમારા માટે બે ટૂલબાર હાજર છે. ટૂલબાર શું છે એવો પ્રશ્ન જેમને થયો હોય એમના લાભાર્થે આ ટૂંકી સમજણ - ટૂલબાર એટલે કામની વસ્તુને હાથવગી કરી આપતું સાધન!
ઇન્ટરનેટ એકસપ્લોરર કે મોઝિલા ફાયરફોકસમાં જુદાં જુદાં ટૂલબાર ઇન્સ્ટોલ કરી શકાય છે. ગૂગલ, યાહૂ વગેરેના ટૂલબાર ઇન્સ્ટોલ કરો તો તેમની જુદી જુદી સર્વિસ તમારા બ્રાઉઝરના મથાળે રહેતા ટૂલબારમાં જૉઈ શકાય અને ત્યાંથી તરત ઓપન કરી શકાય.
તો ગુજરાતી બ્લોગ્સના આવા ટૂલબાર બનાવ્યા છે બે ગુજરાતીપ્રેમીઓએ. એક છે મૂળ જામનગરના અને અત્યારે દુબઇમાં સ્થાયી થયેલા વેબડેવલપર નિલેશ વ્યાસ અને બીજા છે મૂળ ભુજના પણ હાલ પૂણેમાં કાર્યરત પાવર ઇલેકટ્રોનિકસ એન્જિનિયર વિનય ખત્રી (નેટ પર લોકો એમને ‘અનિમેષ અંતાણી’ તરીકે ઓળખે છે). બંને પોતાના વ્યાવસાયિક કામકાજમાં ગળાડૂબ, પણ ગુજરાતીના પ્રેમી. બંનેએ એક ઓપનસોર્સ (એ વળી શું? કયારેક વિગતે વાત!) પ્રોગ્રામની મદદથી, કોઈ આર્થિક હેતુ વિના આ કમ્યુનિટી ટૂલબાર બનાવ્યા છે.
નિલેશભાઈનું ટૂલબાર અહીંથી ડાઉનલોડ કરી શકાશે : રૂરૂરૂ.ર્ત્ત્ીર્ત્ત્ીસ્ન્aણુ.ણૂંૃ/ર્ત્ત્ીર્ત્ત્ીસ્ન્aણુદ્દંંશ્રણુaશ્વ.ફૂહૃફૂ જયારે વિનયભાઈનું ટૂલબાર અહીં મળશે : ત્ર્દ્દદ્દષ્ટ://શ્યઁઁિંર્ક્કીઁ.ણૂંૃ/દ્દંંશ્રણુaશ્વ/ બંનેનો હેતુ સમાન છે એટલે સ્પર્ધાનો સવાલ નથી, જાણવા પૂરતું જાણી લો કે કાકાસાબનું ટૂલબાર આઇઇમાં ચાલે છે, તો ફનએન્ડગ્યાનનું ફાયરફોકસમાં પણ ચાલે છે અને તેમાં બ્લોગફીડની સંખ્યા ઘણી વધુ છે. બંને ટૂલબારમાં ગુજરાતી બ્લોગ્સને જુદી જુદી કેટેગરીમાં વર્ગીકòત કરીને મૂકવામાં આવ્યા છે. નિલેશભાઈ કંઇક અંશે તેમની પસંદગીને અનુસર્યા છે, તો વિનયભાઈએ સાહિત્યપ્રકાર અને કક્કાવારી મુજબ ક્રમના તટસ્થ અભિગમને અપનાવ્યો છે.
જુદા જુદા બ્લોગ પર મુકાતાં તાજાં લખાણો પણ અહીં જાણી-વાંચી શકાય. ટીવીની ન્યૂઝચેનલ પર નીચે સમાચારો સરકતા રહે છે એ જ રીતે. અહીં વધુ ફાયદો એ કે જે હેડિંગમાં રસ પડયો તેના પર કિલક કરો એટલે એ બ્લોગના, તે લેખ પર પહોંચી જાવ! વિનયભાઈ ભારપૂર્વક ઉમેરે છે કે આ ટૂલબાર બિલકુલ સલામત છે અને તે તમારા સિર્ફંગની નોંધ રાખતું નથી. નિલેશભાઈ કહે છે કે ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના ઉપયોગને વધુ ને વધુ પ્રોત્સાહન મળે એ માટે આવા ટૂલબાર ઉપરાંત બીજા પ્રયાસો પણ થવા જોઈએ. વિનયભાઈ કહે છે કે એક જ શબ્દ અંગ્રેજીમાં લખો કે ગુજરાતીમાં, સર્ચરિઝલ્ટ સરખું મળે એવું થાય તો ગુજરાતી ભાષાનો પ્રસાર ઘણો વધી શકે. ટૂલબાર ડાઉનલોડ કર્યા પછી શું? બસ, પછી તો નીકળી પડો ઇન્ટરનેટ પરના ગુજરાતી સાયબરજગતમાં !
Name:
Email ID:
Comments:
Code: