Business
Interviews & Analysis Interviews & Analysis તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવે ૧૩૯.૧૨ ડોલર પ્રતિ બેરલની સર્વોરચ સપાટી ૬ જૂન, ૨૦૦૮ના રોજ નોંધાવી. જયારે બીજી બાજુ ઓઈલ કંપનીઓની વધતી જતી ખોટે ભારત સરકારને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભવો વધારવાની ફરજ પાડી.
ક્રૂડ ઓઈલનો ભાવ ફેબ્રુઆરી-૨૦૦૮ ના ૯૦ ડોલર પ્રતિ બેરલના નીચેના ભાવથી જૂનના પહેલાં અઠવાડિયામાં ૧૩૯.૧૨ ડોલર પ્રતિ બેરલ થયો હતો. જે છેલ્લા પાંચ મહિનામાં ૫૪.૫૮ ટકાનો વધારો સૂચવે છે. અમેરિકામાં ક્રૂડ ઓઈલના સ્ટોકમાં જૂન-૨૦૦૮માં નોંધાયેલો ઘટાડો અને રશિયાના ઓઈલ ઉત્પાદનમાં થયેલો ઘટાડો જવાબદાર છે. આ ઉપરાંત મેકિસકોનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટાડો થવાનું અનુમાન છે. દુનિયાના ઓઈલ ઉત્પાદનમાં મેકિસકોનો ફાળો ૪.૪ ટકા ૨૦૦૭ના વર્ષમાં હતો. ઓપેક દેશોના ઉત્પાદન ન વધારવાના જક્કી નિર્ણયે પરિસ્થિતિને વધુ માઠી બનાવી. છેલ્લા બે મહિનાઓમાં આ બધાં પરિબળોએ ક્રૂડના ભાવમાં વધારો કર્યો, જેનાં પરિણામે ફુગાવામાં પણ વધારો થયો છે.
ભારત અને ચીન સહિતના વિકાસશીલ દેશોના ક્રૂડ ઓઈલની વપરાશમાં વધારો થયો છે, જયારે વિકસિત દેશોની ક્રૂડ ઓઈલની વપરાશ ઘટી છે. આ ઉપરાંત ઘણી બધી ટ્રેડિંગ અને હેજિંગ કંપનીઓ પણ ભારત અને ચીનનાં ક્રૂડ ઓઈલની વપરાશમાં નોંધપાત્ર વધારો થશે તેવી શકયતાઓ કરી રહી છે. જેણે ભાવ વધારામાં મજબૂત પીઠબળ પૂરું પાડયું છે. જૉકે ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં થયેલો અધધ વધારો વ્યાજબી નથી કારણ કે ક્રૂડ ઓઈલની વપરાશમાં કોઈ આશ્ચર્યજનક વધારો છેલ્લાં બે વર્ષમાં થયેલો નથી. આથી ઓઈલનો ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલની તરફેણ કરી શકાય નહીં.
તાજેતરમાં ભારત સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં ભાવવધારો કર્યોછે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરેલ છે, પરંતુ મારા મત મુજબ આ તમામ પગલાંઓ ક્રૂડ ઓઈલના વધતા ભાવ સામે લડવા માટે પૂરતાં નથી, જેથી ફુગાવાને ડામવો મુશ્કેલ રહેશે. સરકારી મદદ અને રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની દરમિયાનગીરીની રાહ જૉયા કરતાં, ભારતીય પ્રજાના હાથમાં જ આ સમસ્યાનો ઉકેલ છે.
વીજળી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, પાણી અને અન્નના યોગ્ય અને અસરકારક ઉપયોગમાં જ આ પ્રશ્નનો ઉકેલ આવશે. સૂર્યઊર્જા, વાનહવ્યવહાર માટે હાઈબ્રિડ કાર અને ઇલેકટ્રોનિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ જેવાં પગલાંઓ લેવાં પડશે. વીસ વર્ષ પછી જે કોઈપણ દેશ પાસે પૂરતા પ્રમાણમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઓઇલ, પાણી, અન્ન અને વીજળી હશે તેને દુનિયામાં ‘સુપર-પાવર’નો દરજજૉ મળશે.
અમુક સંસ્થાઓના મત મુજબ ક્રૂડનો ભાવ ૨૦૦ ડોલર પ્રતિ બેરલ વટાવી જશે, પરંતુ કંપનીઓને હાલના ક્રૂડ ભાવો ઉપર લેણ નહીં કરવાની સલાહ છે. આ સલાહ આપવા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના ભાવોમાં ૧૦ ટકાથી ૨૦ ટકાનું ગાબડું પડવાના અંદાજને આભારી છે. હાલની ૧૩૮ ડોલરથી ૧૪૦ ડોલરના ભાવથી ટ્રેડર્સે ક્રૂડ ઓઈલને માથે મારી (વેચાણ) ૧૧૦ ડોલરથી ૧૨૫ ડોલરના ભાવે કવર કરીને ટ્રેડિંગ કરવું જૉઈએ. ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઈલના ભાવ ૧૫૫ ડોલર આંબવાની શકયતાઓ નહિવત્ છે.ીમઘ્યમથી લાંબાગાળા માટે જયાં સુધી ક્રૂડના ભાવ ૧૧૦ ડોલરની નીચે ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે. જયારે બીજી બાજુ જૉ ક્રૂડના ભાવ ૧૧૦ ડોલરની મહત્ત્વની ટેકાની સપાટી તોડે તો ભાવ ૭૦ ડોલરથી ૮૦ ડોલર પર સ્થિર થવાની શકયતા છે.
અમારાં આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટના રિસર્ચ મુજબ હાલમાં થયેલો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો સટ્ટાકીય વધુ અને માંગ પુરવઠા આધારિત ઓછો લાગે છે. વર્ષ ૨૦૦૪માં આ જ રીતના અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં પરપોટો સર્જાયો હતો. જે ૨૦૦૭થી ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે અને મહાકય રિયલ એસ્ટેટ કંપનીઓને ખરાબ રીતે અસર કરી રહી છે તેજ રીતે અત્યારના ક્રૂડનો ઊંચો ભાવ પરપોટા જેવા જ જણાય છે. જે મોટાભાગે સટ્ટાકીય રસના કારણે છે નહીં કે પાયાના કારણથી.
Name:
Email ID:
Comments:
Code: