Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeHealth & Lifestyle Health & Lifestyle

લોહીના ગ્લુકોઝ નિયંત્રણથી કિડની ઇન્ફેકશન અટકે છે

તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસના તારણ મુજબ ડાયાબિટીસથી પીડાતા દર્દીના કિસ્સામાં લોહીમાં ગ્લુકોઝનું સઘન નિયંત્રણ કરવાથી કિડની ઇન્ફેકશનનાં જોખમોની શકયતા પાંચમા ભાગ જેટલી ઘટી જાય છે. ડાયાબિટીસના મોટાભાગના કિસ્સામાં કિડનીના રોગનું જોખમ રહે છે અને તેને પરિણામે પ્રતિ પાંચે એક દર્દીનું મોત નીપજે છે.

kedneyપરંતુ સંશોધન હાથ ધરનાર ઓસ્ટ્રેલિયાની જયોર્જ ઇન્સ્ટિટયૂટના પ્રોફેસર સ્ટિફન મેક મેહેને જણાવ્યા મુજબ હિમોગ્લોબીનના પ્રમાણને ૬.૫ ટકાની સપાટીએ જાળવવાથી દર્દી કિડનીના રોગના ગંભીર પરિણામોથી બચી જાય છે. આજે અમેરિકી ડાયાબિટીસ એસોસિયેશનમાં રજૂ થયેલા સંશોધન અહેવાલથી ભારતને ડાયાબિટીસના દર્દીઓના કિસ્સામાં લોહીમાં ગ્લુકોઝના પ્રમાણની સપાટીને નિયંત્રિત રાખવાની દિશામાં ઉપયોગી માહિતી મળી રહેશે.

ગ્લુકોઝનું નીચું પ્રમાણ જોખમો ઘટાડે છે

સંશોધનના તારણમાં જણાવ્યા મુજબ લોહીમાં ગ્લુકોઝનું નીચું પ્રમાણ જ ડાયાબિટીસના દર્દીને જોખમમાંથી દૂર રાખે છે. સંશોધનના ભાગ રૂપે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ટાઇપ-ટુ ડાયાબિટીસના ૧૧,૧૪૦ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. અભ્યાસ દરમિયાન દર્દીના લોહીમાં રહેલા હિમોગ્લોબીન એ-૧સીના પ્રમાણને ૬.૫ ટકા કે તેથી નીચું રાખવા પ્રયાસ થયા હતા. આ પ્રમાણને નીચું રાખવા સલ્ફોનાઇલ્યુરિયા તેમજ ગ્લીકલેઝાઇડ જેવા અૌષધોનો ઉપયોગ થયો હતો.

વિશ્વભરમાં ડાયાબિટીસના ૨૫ કરોડ દર્દીઓ જીવી રહ્યા છે અને વર્ષ ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૪૮ કરોડે પહોંચી જવાની સંભાવના છે. ભારતમાં આ પૈકી સૌથી વધુ પ્રમાણ એવા ૪.૦૯ કરોડ દર્દીઓ છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: