Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeHealth & Lifestyle Health & Lifestyle

એક એવો કાચ જે હાડકા રાખે મજબૂત

હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક એવો કાચ બનાવ્યો છે, જે હાડકાઓ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોમાં કેલ્શિયમની મદદથી હાડકાઓની વૃદ્ધિ કરવામાં સક્ષમ હશે. આના કારણે હાડકોઓનું પ્રત્યારોપણ કરવાની જરૂર જ ઊભી નહિ થાય.

સ્થાનિક ઈમ્પીરિયલ કોલેજના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલો આ કાચ શરીરમાં ઓગળી જાય છે અને તેના દ્વારા હાડકાઓની વૃધ્ધિ ઝડપી બને છે. આ ઉપરાંત આ કાચની શરીર પર કોઈ વિપરીત અસર પણ નથી પડતી.

અભ્યાસકર્તાઓ અનુસાર આ કાચમાં રહેલું સિલિકા અને કેલ્શિયમ હાડકાની વૃદ્ધિ માટે મદદરૂપ થતા જીનને સક્રિય કરે છે. અભ્યાસકર્તાઓએ કહ્યું લોકોએ તંદુરસ્ત બની રહેવા માટે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા માટે એ જરૂરી છે કે તે શારીરિક રીતે સ્વસ્થ રહે. આ દૃષ્ટિએ જોઈએ તો આ શોધ મહત્વની સાબિત થશે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: