Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

અફડાતફડીના અંતે બજાર ૨૦૯ પોઇન્ટ તૂટયું

sensexપેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાના ભયે શેરબજારમાં ગુડ મોર્નિંગ, બેડ આફ્ટર નૂન!

આગામી એકાદ-બે દિવસમાં જ પેટ્રોલ ડીઝલના ભાવોમાં જંગી વધારા અંગે નિણર્ય લેવાઇ જશે તેવી દહેશત અને મે-૦૮ ફયૂચર ઓપ્શન્સનો આજે છેલ્લો દિવસ રહેતાં ભારતીય શેરબજારોમાં આજે ગુડ મોિર્નંગ, બેડ આફટર નૂન જેવો ઘાટ સર્જાયો હતો.

ગઇકાલનો ૨૫૦ પોઇન્ટનો સુધારો આજે બપોર પછી સાવ ધોવાઇ ગયો હતો અને બી.એસ.ઈ. સેન્સેકસ ગઇકાલની ૧૬,૫૨૫.૩૭ પોઇન્ટ સામે આજે ૧૬,૬૬૬.૦૩ પોઇન્ટના ઊંચા ગેપથી ખૂલીને નીચામાં ૧૬,૧૯૬.૦૨ પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે ૧૬,૩૧૬.૨૬ પોઇન્ટ બંધ રહ્યો હતો.

એક શેરે એક શેર બોનસ અને શેરદીઠ રૂ. ૧૭નું કુલ ડિવિડન્ડ જાહેર કરનારી દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ કંપની લાર્સનના શેર્સમાં આજે ભારે ફેન્સી વરચે ભાવ ૬.૬૪ ટકા એટલે કે રૂ.૧૮૦નો ઉછાળો નોંધાયો હતો, તેની સામે તાતા મોર્ટસના શેરમાં ૮.૨૨ ટકા એટલે કે રૂ. ૫૨.૨૦નું ગાબડું પડવા સાથે ભાવ રૂ. રૂ. ૫૮૨.૫૫ બંધ રહ્યો હતો.

તેજ રીતે સન ફાર્મા પણ ૫.૦૭ ટકા ઘટી રૂ.૧,૩૮૮ બંધ રહ્યો હતો. નિફટી ૧.૬૯ ટકા ઘટી ૪,૮૩૫.૩૦ પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેકસ આજે ૨૦૯.૧૧ પોઇન્ટ તૂટયો હતો. દિવસ દરમિયાન બજારમાં નિફટીની છેલ્લી પોઝિશન અનુસાર મે-૦૮ સિરીઝમાંથી જૂન-૦૮ સિરીઝમાં રોલઓવરની સ્થિતિ ૫૭ ટકા રહી હતી. જે એપ્રિલ-૦૮માંથી મે-૦૮ માટે ૬૨ ટકા રહી હતી. બજાર બંધ થવાના છેલ્લા એક કલાક દરમિયાન સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

પિરામલ લાઇફ સાયન્સમાં નવી ફેન્સી

પિરામલ જૂથની પિરામલ લાઇફ સાયન્સ આજે રૂ.૩૦૦ના ભાવે ખૂલ્યા બાદ ૩૧૫ બંધ રહી હતી. આ યુનિટ હવે પિરામલ હેલ્થકેરમાંથી અલગ કરાયું છે. સેસન દરમિયાન શેરનો ભાવ રૂ.૫૧૯.૮૦ની ટોચે પહોંરયો હતો. મિડકેપ ઇન્ડેકસ ૧૧.૭૭ પોઇન્ટના સાધારણ ઘટાડા સાથે ૬,૭૪૧.૭૬ પોઇન્ટ જયારે સ્મોલકેપ ઇન્ડેકસ ૫૬.૦૨ પોઇન્ટ ઘટી ૮,૧૮૧.૦૭ પોઇન્ટ બંધ રહ્યો હતો.

લાર્સન લાઇમલાઇટમાં!

૧:૧ બોનસ અને શેરદીઠ રૂ. ૧૭ના કુલ ડિવિડન્ડની જાહેરાતના પગલે આજે લાર્સન એન્ડ ટુબ્રો આજે લાઇમલાઇટમાં રહ્યો હતો.! ખૂબીની વાત એ છે કે ગઇકાલે આ શેર ૧.૩૦ ટકા એટલે કે રૂ. ૩૫.૮૦ ઘટયો હતો, પરંતુ આજે ૧૦,૩૭,૬૦૨ શેર્સના વોલ્યૂમ વરચે રૂ. ૧૯૧.૭૫નો સુધારો જોવા મળ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં ટોચમાં રૂ. ૪,૬૯૦ની સપાટી અને રૂ. ૧,૩૭૫નું બોટમ જોઇ ચૂકયો છે, તે જોતાં ટોચના ભાવ કરતાં હાલનો ભાવ ૩૮.૧૭ ટકા નીચે અને બોટમ ભાવ કરતાં ૧૧૦.૮૯ ટકા ઊંચે ચાલી રહ્યો છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: