Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratAhmedabad City Ahmedabad City

આઇઆઇટી-ગુજરાતને મંજૂરી : ૧૨૦ બેઠક સાથે ચાલુ સત્રથી શરૂઆત

iit-gujaratગુજરાતમાં આ વર્ષના શૈક્ષણિક સત્રથી જ કુલ ૧૨૦ બેઠક સાથેની પૂણર્કક્ષાની (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી) આઇઆઇટી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે. ચાંદખેડા ઇજનેરી કોલેજમાં ચાલુ સત્રથી જ તેની શરૂઆત કરાશે. જેમાં મિકેનિકલ, કેમિકલ અને ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગનાં પાંચ વર્ષના બી. ટેક. ડિગ્રી કોર્સ શરૂ કરાશે. ત્રણેય કોર્સદીઠ ૪૦ બેઠક રહેશે.

કોલેજમાં એન્ટ્રન્સ એકઝામ પ્રમાણે જ એડમિશન આપવામાં આવશે અને રાષ્ટ્રીયકક્ષાની ઉરચ શૈક્ષણિક સંસ્થાઓ મુજબ જ અનામત કવોટાના નીતિ-નિયમોનું પાલન થશે.

સરકારના પ્રવકતા મંત્રીઓ જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પૂણર્ કક્ષાની આઇઆઇટી શરૂ કરવાની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દરખાસ્તનો કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયે સ્વીકાર કરતા આ વર્ષથી જ તેમાં અભ્યાસનો પ્રારંભ કરી દેવાશે.

આઇઆઇટી ગુજરાતના નિર્માણ માટે ગાંધીનગર-અમદાવાદના નોલેજ કોરીડોરમાં જમીનની ફાળવણી કરાઇ છે. પરંતુ નવું સંકુલ શરૂ ન થાય ત્યાં સુધી ચાંદખેડાની વિશ્વકર્મા ઇજનેરી કોલેજના સંકુલમાં ૫૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પૂણર્કક્ષાની આઇઆઇટી શરૂ કરવામાં આવશે. ગત વર્ષથી આઇઆઇટી-મુંબઇનું એકસટેન્શન સેન્ટર શરૂ થઇ ગયું હતું જેમાં હાલ સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ ચાલી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની ટેકનિકલ શિક્ષણમાં શ્રેષ્ઠ કહેવાય તેવી વધુ એક સંસ્થા ગુજરાતને મળી રહી છે જેમાં મિકેનિકલ, કેમિકલ અને ઇલેકિટ્રકલ ઇજનેરી વિધાશાખાની કુલ ૧૨૦ બેઠક રહેશે. ત્રણેય કોર્સદીઠ ૪૦ બેઠકનો સમાવેશ થાય છે. તેના પાંચ વર્ષના અભ્યાસમાં બી.ટેક.ની ડિગ્રી આપવામાં આવશે. તેમાં પ્રવેશ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે લેવાતી એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવશે.

સરેરાશ ચારથી પાંચ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપે છે તેમાંથી ફકત એક ટકા વિધાર્થીની પસંદગી થાય છે. અનામત કવોટાનું ધોરણ પ્રમાણ રાષ્ટ્રીય નીતિ પ્રમાણે જાળવવામાં આવશે. આઇઆઇટી પોતે જ યુનિવસિર્ટી ગણાશે અને તેની જ ડિગ્રી મળશે. તેના સંચાલન માટે બોર્ડ ઓફ ગવર્નન્સ રહેશે.

આઇઆઇટી-ગુજરાતની સ્થાપનાથી રાજયને ફાયદો થશે તેવો દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે, તજજ્ઞ ફેકલ્ટીનો લાભ ગુજરાતને અન્ય રીતે પણ મળશે. ઇજનેરી ઉધોગને પણ કેમ્પસમાંથી તેજસ્વી વિધાર્થીઓ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧મી પંચવર્ષીય યોજનામાં આઠ આઇઆઇટી મંજૂર કરવામાં આવી હતી પણ તેમાંથી ગત વર્ષે રાજસ્થાન, બિહાર અને આંધ્રપ્રદેશને તેની મંજૂરી આપી દેવાઇ હતી. ચાલુ વર્ષથી ગુજરાત ઉપરાંત મઘ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં તેની શરૂઆત કરાશે.

મિકેનિકલ, કેમિકલ્સ અને ઇલેકિટ્રકલના કોર્સ શરૂ કરાશે
- ત્રણેય કોર્સદીઠ ૪૦ બેઠક રહેશે
- રાષ્ટ્રીયકક્ષાની એન્ટ્રન્સ એકઝામ લેવાશે
- નીતિ-નિયમ મુજબ અનામત બેઠકનો કવોટા
- પાંચ વર્ષના અભ્યાસમાં બી. ટેક.ની ડીગ્રી અપાશે



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: