Gujarat
Uttar Gujarat Uttar Gujarat પાલનપુરની વિધામંદિર શાળાનો એક વિધાર્થી બોર્ડ ટોપર્સમાં
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાના એક છાત્રએ બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે બનાસકાંઠાની એકમાત્ર પાલનપુરની વિવિધલક્ષી વિધામંદિર હાઇસ્કૂલ ગૌરવરૂપ બની છે. બનાસકાંઠા જિલ્લાનું કુલ પરિણામ ૮૨.૦૮ ટકા છે.જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાલનપુરની શ્રી વિવિધલક્ષી વિધામંદિર શાળાનું ૯૨.૬ ટકા છે. જયારે સૌથી ઓછું અંબાજી શાળાનું ૩૩.૩૩ ટકા છે.
ગુરુવારે સવારે એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિધાર્થીઓની ઉત્સુકતાનો અંત આવ્યો હતો. મોટાભાગના છાત્રો વેબસાઇટ પરથી પરિણામ જાણીને જ શાળાએ આવ્યા હતા. અત્રેની ઢુંઢીયાવાડી ખાતે સરસ્વતી હાઇસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી. ડામોરે પરિણામ જાહેર કરી સબંધિત શાળાઓના પ્રતિનિધીઓને પરિણામની વિગતો આપી હતી.
બોર્ડમાં પ્રથમ દસમાં આવેલા ૧૪ વિધાર્થીઓમાંથી એક બનાસકાંઠાનો અને તે પાલનપુરનો છે. જેમાં વિવિધલક્ષી વિધામંદિરનો વિધાર્થી ભાવસાર માવલ હિતેન્દ્રકુમારે (બોર્ડમાં પાંચમુ) અને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જયારે જિલ્લાના ટોપટેનમાં કુલ ૧૧ વિધાર્થીઓમાંથી ૧૦ વિવિધલક્ષી વિધામંદિર શાળાના છે.
જયારે એક વિધાર્થીની અપૂર્વા સિંગ શ્રીમતી એમ.એમ.મહેતા હાઇસ્કૂલની છે. આ અંગે વિધામંદિર શાળાના પ્રિન્સીપાલ હસમુખભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ‘વિધામંદિરના વિધાર્થીઓએ જે સિદ્ધી હાંસલ કરી છે તેમાં વાલીઓ અને શાળાઓના શિક્ષકોના કઠોર પરિશ્રમનો વિશેષ ફાળો રહ્યો છે.’ પ્રિન્સીપાલે તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Name:
Email ID:
Comments:
Code: