Business
Business News Business News એક કેનેડીયન બેંકે ગુરુવારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવ વધતા જ જશે. એટલે સુધી કે 2010 સુધીમાં આ તેલનો ભાવ બેરલ દીઠ 150 અમેરીકી ડોલર સુધી પહોંચી જશે અને 2012 સુધીમાં તો બેરલ દીઠ 225 ડોલર પહોંચી જવાની શક્યતા છે કારણ કે માંગ સામે પૂરવઠો સપ્લાય કરવામાં ખુબ જ તંગ પરિસ્થિતિ થઈ ગઈ છે.
હાલ વિશ્વસ્તરે ક્રુડ ઓઈલના ભાવોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. પુરવઠાના પ્રમાણમાં માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એટલે સુધી કે ભાવવધારો બમણા સુધી પહોંચી ગયો છે.
સીઆઈબીસીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ તેલનું ઉત્પાદન વધે છે તેની સામે તેના વપરાશની માંગણી પણ સતત એકધારી વધતી જ રહે છે.
Name:
Email ID:
Comments:
Code: