Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratAhmedabad City Ahmedabad City

પાટણકાંડ હોય કે બિજલકાંડ મહિલાઓ માટે ન્યાય હજુ દૂર છે

જુહાપુરાની આઠ વર્ષની બાળા ઉપર બળાત્કાર, પાટણનો ગેંગરેપ BIJAL-JOSHIજેવા કિસ્સાઓ હોય કે બિજલ જોષી કાંડ સમાજની વરવી બાજુ છતી કરે છે. રાજયમાં ગત વર્ષે બળાત્કારના ૩૬૩ કેસ નોંધાયા હતા.

રાજયમાં દસકામાં ૪૬૦૭ મહિલા બળાત્કારનો ભોગ બની છે. મહિલાઓ સ્વજનોથી પણ સુરક્ષિત નહીં હોવાના કિસ્સાઓ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે, ત્યારે મહિલા કાયદાઓ કડક હોવા છતાં વૈજ્ઞાનિક ઢબે તપાસ અને મંથરગતિએ ચાલતી કોર્ટ કાર્યવાહીને કારણે ન્યાય મેળવવો કપરો બન્યો હોવાનું ભોગ બનેલી મહિલાઓને લાગી રહ્યું છે.

બીજલ જોષી બળાત્કારકાંડમાં છેલ્લાં ચાર વર્ષથી તેનો પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. તે જ રીતે પાટણ પીટીસી કોલેજના ચકચારી ગેંગરેપ પ્રકરણમાં પણ હજુ હવે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયું છે. જયારે કેસ ચાલવા ઉપર આવશે ત્યારે સાક્ષી બનેલી સહાઘ્યાયી કયાં હશેતે એક યક્ષ પ્રશ્ન છે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે હજ સુધી કેસ કયારે ચલાવવો તેની કોઈ રૂપરેખા તૈયાર થઈ નથી.

મેઘાણીનગર વિસ્તારમાં થોડાં વર્ષોપહેલાં એક અબુધ બાળાને બાઇક પર લઈ જઈ તેણી સાથે તેના નજીકના કહેવાતા બે ભાઈઓએ અવારનવાર બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. કોર્ટના આદેશથી પ્રકાશ મરાઠા અને યુવતીનો ડી.એન.એ. ટેસ્ટ થતાં બાળક પ્રકાશનું હોવાનું પ્રસ્થાપિત થયું હતું.

અબુધ બાળાની જુબાની લાવવા માટે ખાસ મનોવૈજ્ઞાનિકોને તથા તેની સાંકેતિક ભાષાનો અનુવાદ કરી શકે તેવા તજજ્ઞોને બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં તત્કાલીન સેશન્સ જજ સોનિયાબહેન ગોકાણીએ પ્રકાશને જન્મટીપની સજાનો હુકમ કર્યોહતો.

અમરાઈવાડીમાં દેહવેપાર કરતી યુવતીને ઉઠાવી જઈ તેની ઉપર સામૂહિક બળાત્કાર ગુજારવાના કિસ્સામાં પણ બે યુવકોને કોર્ટે દસ-દસ વર્ષની સજા કરી હતી. બળાત્કારના કિસ્સામાં જો પૂરતા પુરાવા ઉપલબ્ધ હોય તો કોર્ટ સખત સજા ફટકારતાં અચકાતી નથી.

બળાત્કારના કિસ્સામાં કોર્ટ તથા પોલીસે શું કરવું જોઈએ?

૧૬ વર્ષથી નીચેની બાળા પરના તમામના કિસ્સામાં ડીએનએ ટેસ્ટ થવો જોઈએ. બળાત્કારના કેસ શકય હોય ત્યાં સુધી મહિલા જજ પાસે ચલાવવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન થવું જોઈએ. ભોગ બનનારને પૂછવાના તમામ સવાલો વકીલે લેખિતમાં આપવા જોઈએ તેવા સુપ્રીમના ચુકાદાના નિર્દેશોનું પાલન થવું જોઈએ.

શા માટે કોર્ટમાં કેસ ચાલવામાં વિલંબ થાય છે?

તમામ સાક્ષીઓને ચકાસવામાં વકીલો મહત્તમ સમય લે છે. ઊલટતપાસમાં કેટલીકવાર અર્થહીન પ્રશ્નો પૂછી કોર્ટની કાર્યવાહી લંબાવવામાં આવે છે. ઘણા કેસમાં એફ.એસ.એલ. રિપોર્ટ મોડો આવે છે. સાક્ષીઓ કયારેક તેમનું રહેઠાણ બદલે છે, જેની જાણ તેઓ પોલીસને કે અન્ય કોઈને કરતા નથી. નીચેની કોર્ટમાં કેસ મોડો કમિટ થાય છે. પોલીસની ઓછી સંખ્યાને કારણે પણ સમન્સ બજાવવામાં મોડું થાય છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: