મૂળ જુનાગઢના એવા એક ગુજરાતી યુવાને અમેરિકાના હ્યુસ્ટનમાં બેસીને સરળતાથી ગુજરાતી ટાઈપ કરી શકાય એવું કી-બોર્ડ બનાવ્યું છે. આપણે તેને ઓળખીએ....
કમ્પ્યૂટર શબ્દ આવે એટલે આપણા મનમાં એક ટીવી જેવું બોકસ તાદૃશ થાય. જેને ટેકિનકલ ભાષામાં મોનિટર કહેવામાં આવે છે, હકીકતમાં મોનિટર એ કમ્પ્યૂટરના અડધો ડઝન ભાગ પૈકીનું એક સાધન છે. એવું જ એક સાધન કી-બોર્ડ છે.(ગુજરાતીમાં આપણે તેને ‘કળ-પટલ’ કહી શકીએ!)
આજે કમ્પ્યૂટરને માહિતી આપવા માટે સૌથી વધુ વપરાતું સાધન એટલે કળ-પટલ. કી-બોર્ડ વગર ભાગ્યે જ કમ્પ્યૂટરનો ઉપયોગ થતો જૉવા મળે છે. પહેલાં તો કી-બોર્ડ માત્ર અંગ્રેજી ભાષા માટેના હતા. તો પછી બીજી ભાષાના જાણકારો(અને અંગ્રેજી ન જાણતા હોય તેવા લોકો) કઈ રીતે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે? બીજી ભાષાની તો ખબર નથી પણ હવે ગુજરાતીના જાણકારો માટે આ સમસ્યા નહીં રહે.
વિશાલ મોણપરા નામના એક કાઠિયાવાડી યુવાને યુનાઈટેડ સ્ટેટ અૉફ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રહી ગુજરાતી સહિત આઠ ભાષાનાં કી-બોર્ડની શોધ કરી છે. એટલે આ બાબત પૂરતા આપણે તેમને અષ્ટાવક્ર કી-બોર્ડના શોધક કહી શકીએ! ગુજરાતી, હિન્દી, પંજાબી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને બંગાળી ભાષાનાં કી-બોર્ડ બનાવ્યાં છે. એક કી-બોર્ડનો ફોટો આ લેખ સાથે જ મૂકવામાં આવ્યો છે. હવે વાત નાની ઉંમરે કળ-પટલના આ કરામતી શોધ કરનારા વિશાલ મોણપરાની.
હજુ બે વર્ષ પહેલાં હ્યુસ્ટન જૉબ લઇ સ્થિર થયેલા વિશાલભાઈનાં માતા-પિતા જૂનાગઢના ટિંબાવાડી વિસ્તારમાં રહે છે. તેમના પિતા બચુભાઈ મોણપરા જૂનાગઢ કòષિ યુનિવર્સિટીમાં સહસંશોધક તરીકેની કામગીરી બજાવે છે. તેમનું મૂળ વતન ભાવનગર જિલ્લાના સણોસરા પાસે આવેલું નોંઘણવદર છે.
જો કે તેમનો જન્મ અમરેલી જિલ્લાના દામનગર પાસે આવેલા ભાલવેવ ગામમાં થયો છે. હ્યુસ્ટનથી ફોન પર વાત કરતાં તેમણે રસપ્રદ વિગતો આપી છે. ગુજરાતી ભાષા પ્રત્યે તેમને પહેલેથી જ લગાવ હતો. એમાંય ગઝલ તો તેમનો પહેલો પ્રેમ. હવે તેમને ઈરછા થઈ ગઝલને ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રવાહ પર સવાર કરી વિશ્વસફર કરાવવાની.
લગભગ ત્રણેક વર્ષ પહેલાં તેમણે વેબસાઇટની પ્રથમ આવૃત્તિ બનાવી કે, જેમાં દરેક ગઝલને તેઓ ટાઇપ કરીને તેને ચિત્રમાં રૂપાંતર કરીને વેબસાઇટ પર મૂકતા હતા. ગઝલને ટાઇપ કરવા માટે તે નોન-યુનિકોડ ફોન્ટ વાપરતા હતા. આ સમયે માત્ર આંગળીના વેઢે ગણાય એટલી જ ગુજરાતી વેબસાઇટ હતી .
ત્યાર બાદ તે વેબસાઇટની બીજી આવૃત્તિ મૂકી પરંતુ તેમાં પણ ચિત્રરૂપે જ તેમની ગઝલોને મૂકતા હતા. પરંતુ હવે તેમનું લખવાનું એટલું વધી ગયું હતું અને ગુજરાતી શબ્દોને ટાઇપ કરવા શોધવા પડતા હોવાથી ગઝલને ટાઇપ કરવા માટે ખૂબ જ સમય આપવો પડતો હતો. આ તો સાલી મુશ્કેલી!
આ શોખને વેબસાઈટ સાથે કેમ જોડવો? એવા વિચારમાંથી શોધ થઈ તેમના આ કરામતી કી-બોર્ડની. જો પ્રાદેશિક ભાષાનું કી-બોર્ડ હોય તો બધું આપણી ભાષામાં લખી શકાય. જેમ ગુજરાતીને અંગ્રેજીમાં લખીએ છીએ તેમ જ જો ગુજરાતીમાં ટાઇપ પણ કરી શકતા હોત તો ખૂબ જ સરળ બને. એટલે કે તમે ભલે અંગ્રેજીમાં લખો પણ તેનું ગુજરાતી રૂપાંતર તરત થઈ જાય તો કેવું?
આ જ અરસામાં તેમને ગુજરાતી યુનિકોડ વિશેની માહિતી પ્રાપ્ત થઇ. બસ પછી તો તેઓ મંડી પડયા અને આખરે એક એવો ગુજરાતી ટાઇપ કરવા માટેનો પ્રોગ્રામ બનાવવામાં સફળતા મળી કે જેમાં આપણે જે રીતે ગુજરાતી બોલીએ છીએ એ જ રીતે જો તેને અંગ્રેજીમાં લખવામાં આવે તો લખેલા અંગ્રેજી શબ્દોને તરત ગુજરાતી શબ્દોમાં ફેરવે છે.
જેમ કે તે જૉ ર્ઘ્ીર્દ્દીશ્વ એમ લખે તો આ પ્રોગ્રામ તરત જ લખેલા અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં ‘કાતર’ માં ફેરવે છે. વળી જૉડિયા શબ્દો લખવા પણ એટલા જ સહેલા છે. જેમ કે શ્નસ્ન્ર્ત્ર્ીણુફુa’ લખવાથી ‘શબ્દ’ લખાય. વગેરે.. છે ને ધમાકેદાર શોધ..? આ શોધ આપણા ગુજરાતી યુવાને કરી છે.
એક વાર ગુજરાતી ટાઇપનો પ્રોગ્રામ પૂરો થયો કે તેને અન્ય ભારતીય ભાષાઓ માટે પણ એવો જ પ્રોગ્રામ બનાવવાની ઇરછા જાગી અને તેથી આવો જ પ્રોગ્રામ તેણે હિન્દી, બંગાળી, કન્નડ, મલયાલમ, પંજાબી, તેલુગુ અને તમિલ ભાષા માટે પણ લખ્યો છે. તેમના આ પ્રોગ્રામને તેમની વેબસાઇટ પર અન્ય વ્યકિતઓ ઉપયોગ કરી શકે એ માટે મૂકયો છે કે જે ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃ પર કિલક કરવાથી મળી શકે છે. આ પ્રોગ્રામ ગુજરાતી યુનિકોડનો ઉપયોગ કરતો હોવાથી ગુજરાતી વાંચવા માટે કોઇ પણ ફોન્ટ નાખવા પડતા નથી અને તેથી જ ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં જાણે કે એક ક્રાંતિ જ આવી ગઇ.
આ પ્રોગ્રામથી ગુજરાતી લખવાની સરળતાને કારણે ગુજરાતીમાં કેટલીયે વેબસાઇટ્સ શરૂ થઇ છે. ત્યાર બાદ રસિક મેઘાણી, કિરીટ ભકત, પ્રવીણા કડાકિયા, સરયૂ પરીખ અને ગિરીશ દેસાઇ તથા અન્ય કેટલાય લેખકોએ જણાવ્યું હતું કે તેમની પાસે ગુજરાતીમાં ઘણું જ લખાણ છે પરંતુ નોન-યુનિકોડ ફોન્ટમાં છે અને જૉ વિશાલ આ લખાણને યુનિકોડમાં ફેરવવા માટેનો પ્રોગ્રામ બનાવે તો ઘણો જ ઉપયોગી થઇ પડશે. તેમના સૂચન મુજબ વિશાલે કુલ છ પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટને (જેવા કે ગોપીકા, કòષ્ણા, ગોવિંદા, હિતાર્થ, શેફાલી અને વકીલ) યુનિકોડ ફોન્ટમાં રૂપાંતર કરવાનો પ્રોગ્રામ બનાવ્યો તે ત્ર્દ્દદ્દષ્ટ://રૂરૂરૂ.યિંીસ્ત્ર્aશ્વફુફૂસ્ન્ત્ર્.ણૂંૃ/ ર્દ્દીણુiફુ/૧૭૧/ ઝફૂર્શ્ીયશ્રદ્દ.aસ્ન્ષ્ટહૃ પરથી મળશે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ(એમ.એસ.) યુનિવસિર્ટી, વડોદરામાંથી કમ્પ્યૂટર સાયન્સમાં અન્ડર ગ્રેજયુએશન કર્યા બાદ વિશાલે કમ્પ્યુટર સાયન્સ સાથે બી.ઈ કર્યું છે. બાદમાં ટેકસાસની એ એન્ડ એમ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આજે તેઓ હ્યુસ્ટનની એક કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
તેઓ કાવ્ય-ગઝલ વગેરેમાં તો રસ ધરાવે જ છે, પણ સાથે સાથે તેમને ચિત્રકામમાં પણ રસ છે. વિશાલ વિશે વાત કરતાં તેમના પિતા બચુભાઈ જણાવે છે, ‘વિશાલને નાનપણથી જ આવા સંશોધનો કરવાનો શોખ હતો. તે દરેક ચીજ ઘ્યાનપૂર્વક જૉતો અને તેમાંથી કંઇક નવું શોધી કાઢતો હતો. ભણવામાં પણ ૧૨ ધોરણ સુધી તેનો પહેલો-બીજૉ ક્રમ જ આવ્યો છે. બારમાં ધોરણમાં તે જુનાગઢ શહેરમાં ત્રીજૉ અને જિલ્લામાં પાંચમો હતો.
તેને મેડિકલમાં એડમિશન મળતું હતું પણ તે કમ્પ્યૂટર સાયન્સમાં આગળ વધવા માંગતો હતો.’ વિદેશ જવા અંગેની વાત કરતાં તેઓ કહે છે, ‘ તેને પહેલેથી વિદેશ ભણવા જવું હતું. આ માટે તે ત્યાંની યુનિવર્સિટીઓ સાથે સંપર્ક કર્યા કરતો હતો. અમારા કોઈ સગાં-વહાલાં ત્યાં નથી. વિશાલ પોતાની મેળે જ મહેનત કરીને ત્યાં પહોંરયો છે.’
છેલ્લાં બે વર્ષોમાં વધતી જતી ગુજરાતી વેબસાઇટ્સ અને તેના મુલાકાતીઓ તેમના પ્રતિભાવો, ગુજરાતી ઇમેલ અને પ્રિન્ટિંગનાં ક્ષેત્રોમાં આ શોધ ઘણા વિદેશીઓને આશીર્વાદ સમાન થઇ ગઇ છે. તેમના કાવ્યની એક પંકિત સાથે આપણે વાત પૂરી કરીએ...
‘‘જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે..’’
(પૂરક માહિતી વિજય શાહ,હ્યુસ્ટન)
Name:
Email ID:
Comments:
Code: