Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

આંબેડકરનાં હોર્ડિંગ ન લગાવવાનો વિવાદ

દર વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે મીરા-ભાયંદર વિસ્તારોમાં બાબાસાહેબના હોિર્ડંગ્સ લગાડવામાં આવે છે, પરંતુ આ વખતે થાણેની પાલિકા હોિર્ડંગ્સ લગાવવાનું ચૂકી જતા આરપીઆઈના ૧૫૦થી વધુ કાર્યકરો થાણેના મેયરની કચેરીએ જઈને જૉરદાર નારાબાજી કરી હતી.

મીરા-ભાયંદર વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૧૭મી જયંતી નિમિત્તે હોિર્ડંગ્સ ન લગાવ્યા હોવાથી આરપીઆઈ જિલ્લા અઘ્યક્ષ દેવેન્દ્ર સેલેકર સહિત ૧૫૦થી વધુ કાર્યકર્તાઓએ સોમવારે થાણેના મેયર નરેન્દ્ર મહેતાની કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને નારાબાજી કરી હતી. તે વખતે મેયરની કચેરીમાં પાલિકા કમિશનર આર. જવલેકર સહિત કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

મેયર પોતાના પદથી રાજીનામું આપે એવી જૉરદાર નારાબાજી મેયર કચેરીમાં આ કાર્યકર્તાઓએ કરી હતી. આ બાબતે મેયરે ડો. બાબાસાહેબના હોિર્ડંગ્સ ન લગાવ્યા બાબતે દિલગીરી વ્યકત કરી હતી. તેમ જ તેમણે જણાવ્યું હતું કે આવનાર વર્ષમાં આવી ભૂલ કયારેય નહીં થાય. દર વર્ષે ડો. બાબાસાહેબની જયંતી નિમિત્તે હોિર્ડંગ્સ લગાવવામાં આવશે.

ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૧૭મી જયંતી નિમિત્તે મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખે સોમવારે સવારે દાદર ખાતે ચૈત્યભૂમિ પર જઈને ડો. બાબાસાહેબની સ્મૃતિને આદરાંજલિ અર્પણ કરી હતી. તે વખતે કોંગ્રેસના વિધાનસભ્ય એકનાથ ગાયકવાડ અને સામાજિક ન્યાય પ્રધાન ચંદ્રકાંત હંડોરે પણ ઉપસ્થિત હતા.

ડો. બાબાસાહેબ આંબેડકર એ મહારાષ્ટ્રના છે, પણ તેમનું કાર્ય મહારાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી, તેમનું કાર્ય આખા દેશમાં ગણવામાં આવે છે. આજે પણ કેટલીક જગ્યાઓ પર શોષણ ચાલુ છે, પછાત લોકો માટે ઉપેક્ષા થઈ રહી છે ત્યાં બાબાસાહેબના વિચાર આજે પણ શકિતવર્ધક છે, એવી ભાવના મુખ્ય પ્રધાને વ્યકત કરી હતી. ચૈત્યભૂમિ વિસ્તારમાં રવિવારે રાત્રેથી ડો. બાબાસાહેબના દર્શન લેવા માટે ભીમસૈનિકો ઊમટી પડયા હતા.

બીજા રાજયોથી આવેલા ભીમસૈનિકોની સેવા માટે શિવાજીપાર્કમાં ઠેકઠેકાણે સ્ટોલ્સ બેસાડાયા છે. બાબાસાહેબની અને તેમના વિચાર આધારિત પુસ્તકો ખરીદવા માટે મોટી લાઈનો લાગી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: