વિન્ડીઝ ૨૫૨, દ. આફ્રિકા ૩/૨૫૬, કાલિસ અણનમ ૧૨૧
જેકસ કાલિસની અણનમ સદીની સહાયથી દક્ષિણ આફ્રિકાએ અહીં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની શ્રેણી જીતી લીધી હતી.
અહીંના સેંટ જયોર્જ પાર્ક ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૫૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૪૮.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૫૬ રન કરીને મેચ જીતી લીધી હતી.જેકસ કાલિસ ૧૩૩ બોલમાં ૧૨૧ રન ફટકારીને અણનમ રહ્યો હતો.
તેણે ૧૨ બાઉન્ડ્રી અને એક સિકસર ફટકારી હતી. સુકાની ગ્રીમ સ્મિથે ૫૬ તથા ડયુમિનીએ અણનમ ૩૬ રન ફટકાર્યા હતા. અગાઉ વેસ્ટ ઇન્ડીઝ માટે માર્લોન સેમ્યુઅલ્સે ૯૮ તથા ચેટ્ટરગૂને બાવન રન નોંધાવીને ટીમને ૨૫૨ રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.દક્ષિણ આફ્રિકાએ વર્તમાન શ્રેણીની પ્રથમ બંને વન-ડે પણ જીતી હતી. ચોથી વન-ડે પહેલી ફેબ્રુઆરીએ રમાશે.
Name:
Email ID:
Comments:
Code: