Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

મુંબઈ ઠૂંઠવાયું

45 year, mumbai, child, frist, time૪૫ વર્ષમાં પહેલી વખત ૧૦ અંશ તાપમાન : રવિવારે રાત્રે કરફયુ જેવો માહોલ

સિમલામાં બરફ વર્ષા થતાં મુંબઈમાં રવિવારે ૧૦ અંશ ઉષ્ણતામાનમાં લોકોએ ઠંડીનો અસાધારણ ચમકારો અનુભવ્યો હતો.

મહાનગર સહિત સમગ્ર રાજય અને આખા દેશમાં ઠંડીનું મોજું ફેલાયું હોવાથી હજુ ત્રણ ચાર દિવસ આ સ્થિતિ કાયમ રહેવાની શકયતા છે. આ વખતે ગુરુવારે મુંબઈની ઠંડી દસ વર્ષમાં સૌથી ઊંચા આંક લઘુતમ ઉષ્ણતામાન ૧૧.૪ અંશ સેિલ્સયસ પર પહોંચી હતી. ત્યારપછી શનિવારે ૧૦.૮, રવિવારે ૧૦ અંશે સેિલ્સયસ સાથે ૪૫ વર્ષનો ઉરચાંક સધાયો છે. લઘુતમ ઉષ્ણતામાનનો આ આંક સરેરાશ કરતાં પાંચ અંશ સેિલ્સયસ ઓછો છે.

ઉત્તરના ઠંડા પવનને કારણે લઘુતમ ઉષ્ણતામાન સર્વસામાન્ય કરતાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટતાં તેની અસર આખા રાજયના વાતાવરણ પર પડી છે. મુંબઈમાં જાન્યુઆરી-૨૦૦૫માં લઘુતમ ઉષ્ણતામાન ૧૧.૫ અંશ સેિલ્સયસ સુધી પહોંરયું હતું. ત્યારપછી આ વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ગુરુ અને શુક્રવારે ૧૧.૪ અંશ સેિલ્સયસ અને ત્યારપછી શનિવારે પ્રજાસત્તાકદિને ૧૦.૮ અંશ સેિલ્સયસ પર ઉષ્ણતામાન પહોંરયું હતું.

કોલાબા વેધશાળાના નાયબ નિયામક સી. વી. ભદ્રમે જણાવ્યું હતું કે ‘‘૨૬મીએ કોલાબામાં લઘુતમ ઉષ્ણતામાન ૧૫.૮ અંશ સેિલ્સયસ અને સાંતાક્રુઝમાં લઘુતમ ઉષ્ણતામાન ૧૦.૮ અંશ સેિલ્સયસ નોંધાયું હતું. મુંબઈ ઉપરાંત કોંકણમાં પણ લઘુતમ ઉષ્ણતામાનનો આંક સાધારણ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં નીચો ઊતર્યોહતો. અગાઉ, ૨૭ જાન્યુઆરી-૧૯૬૨ના રોજ લઘુતમ ઉષ્ણતામાન ૭.૪ અંશ સેિલ્સયસ નોંધાયું હતું. એ સિવાય ૧૧ કે ૧૨ અંશથી નીચે ઉષ્ણતામાન પહોંરયું નથી.’’

હજુ આવતા બે-ચાર દિવસ માટે શહેરનું ઉષ્ણતામાન ૧૧ અંશ સેિલ્સયસની આસપાસ રહેવાની હવામાન ખાતાની આગાહી છે. સિમલામાં બરફ વર્ષાને કારણે ઠંડા પવનો ફેલાતાં ત્યાં માઈનસ ૨.૨ અંશ સેિલ્સયસ અને દિલ્હીમાં ૪.૧ અંશ સેિલ્સયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં સવારે વરસાદ પડતાં પ્રજાસત્તાક દિનની પરેડ પણ ટૂંકાવવી પડી હતી. ઉત્તર અને મઘ્ય ભારતમાં સખત ઠંડીને કારણે અરબીસમુદ્રના દરિયાઈ ક્ષેત્રથી પ્રભાવિત વાતાવરણ ધરાવતા મુંબઈમાં પણ ઠંડી વધી ગઈ છે.

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તાપમાન નોંધપાત્ર પ્રમાણમાં ઘટયું છે. જે સામાન્ય કરતાં ચારથી આઠ અંશ સેિલ્સયસ ઓછું છે. આખા દેશમાં ચારેક દિવસ આ સ્થિતિ રહ્યા બાદ તેમાં ફેરફાર થવાની અપેક્ષા છે. રાજયમાં લગભગ તમામ ક્ષેત્રોમાં તાપમાન નોંધપાત્ર પ્રમાણમાં ઘટયું છે. નાસિક અને જળગાંવમાં ૬ અંશ સેિલ્સયસ, પુણે અને અકોલામાં ૯ અંશ સેિલ્સયસ લઘુતમ ઉષ્ણતામાન નોંધાયું હતું. કોંકણ, પિશ્ચમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડાના મોટા ભાગના ક્ષેત્રોમાં તાપમાન સામાન્ય કરતાં ૪થી ૭ અંશ સેિલ્સયસ નીચે ઊતર્યું છે, એમ વેધશાળાના પ્રવકતાએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર-કરછમાં શીતપ્રકોપ: ૧નું મોત

સૌરાષ્ટ્ર-કરછને છેલ્લા ૧૦ દિવસથી ધ્રુજાવતી શીતલહર આજે વધુ તીવ્ર બની હતી. નલિયામાં ન્યૂનતમ ૪.૮ ડિગ્રી તથા રાજકોટમાં ૬.૬ ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે જનજીવન થરથર ધ્રૂજી ઊઠયું હતું. આ હાડ થીજાવતી ઠંડીને પગલે જામનગરમાં આજે વધુ એક મોત નીપજયું હતું. શીત લહરમાં જકડાયેલા સૌરાષ્ટ્ર-કરછમાં આકરી ઠંડીને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. સૌરાષ્ટ્ર-કરછ દસ દિવસથી હાડ ધ્રુજાવતી ઠંડીથી થરથર ધ્રૂજી રહ્યું છે, ત્યારે છેલ્લા બે દિવસમાં શીત પ્રકોપનું સામ્રાજય બરકરાર રહ્યું હતું. નલિયામાં પારો શનિવારે ૬.૮ ડિગ્રીએ સ્થિર રહ્યા બાદ આજે ફરી નીચો ઊતરી ૪.૮ ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન ઠીંગરાયું હતું. નલિયામાં મહત્તમ

તાપમાન ઘટીને ૨૨.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. રાજકોટમાં શનિવારે પારો ૮.૯ ડિગ્રી સુધી નીચો ઉતર્યોહતો. પરંતુ, આજે પારો ફરી ગબડયો હતો અને ૬.૬ ડિગ્રી સુધી નીચો ઊતર્યોહતો. રાજકોટે આ વષ્ાર્માં ફરી વખત સિઝનનો સૌથી ઠંડો દિવસ અનુભવ્યો હતો. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી રહ્યું હતું. જામનગરમાં પણ શીત પ્રકોપે આજે એક વધુ ભોગ લીધો હતો.

જામનગરમાં ઠંડીમાં ઠુંઠવાઇ જતાં એક રામાનુજપ્રસાદ બાવાજી નામક આધેડનું ઠંડીમાં ઠુંઠવાઇ જતાં મોત નીપજયું હતું. આ ઉપરાંત ભુજમાં લઘુતમ ૭.૭ ડિગ્રી અને મહત્તમ ૨૧.૦ ડિગ્રી, અમરેલીમાં હાડ ધ્રુજાવતી ૬.૩ ડિગ્રી ઠંડી સામે મહત્તમ ૨૪.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ, દ્વારકામાં લઘુતમ ૧૩.૫ ડિગ્રી સામે મહત્તમ ૨૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કરછમાં હજુ પણ એકાદ દિવસ કોલ્ડ વેવ જારી રહેવાની ધારણા છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: