Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeInternational International

ઓમ મલિક વિશ્વની ટોપ-૨૫ વેબ સેલિબ્રિટી

‘ફોબ્ર્સ’ મેગેઝિન દ્વારા ૨૦૦ ઈન્ટરનેટ પર્સનાલિટીમાંથી તૈયાર કરાયેલી યાદી

ઈન્ટરનેટ પર બ્લોગિંગ એ ઘણી જાણીતી હસ્તી માટે ટાઈમપાસ કે નવરાશની પળમાં મજા માણવાની પ્રવૃત્તિ હશે, પરંતુ ભારતીય મૂળના ઓમ મલિક જેવા લોકોને આ પ્રવૃત્તિએ વિશ્વમાં પ્રસિદ્ધ બનાવી દીધા છે. ઓમ મલિકને અમેરિકી મેગેઝિન ‘ફોબ્ર્સ’ દ્વારા વૈશ્વિક વેબ સેલિબ્રિટીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

‘ફોબ્ર્સ’ની ‘વેબ સેલિબ ૨૫’ યાદીમાં ટેકનોલોજી બ્લોગિંગ માટે દિલ્હીના ઓમને ૧૨મું સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં તેની સાથે માત્ર બ્લોગર્સ જ નહીં, પરંતુ વીડિયો હોસ્ટ અને ગેજેટ ગુરુઓ પણ છે. રાજધાની દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં કેમિસ્ટ્રી વિષય સાથે સ્નાતક થયેલો મલિક ત્ર્દ્દદ્દષ્ટ://િંiિંaંૃ.ણૂંૃ/ નામની બ્લોગસાઈટ પાછળનું ફળદ્રુપ ભેજું છે. તેણે અનેક વર્ષોસુધી વિવિધ પબ્લિકેશન્સમાં ટેકનોલોજી જર્નાલિસ્ટ તરીકે પણ સેવા આપી છે.

‘ફોબ્ર્સ’ મેગેઝિને આ યાદી રજૂ કરીને ઓમ માટે નોંઘ્યું છે કે ‘ઓમ મલિક ટેકનોલોજી જર્નાલિસ્ટ તરીકે, આઉટલેટ્સ માટે લખાણ તૈયાર કરવું, રેડ હેરિંગ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ વગેરે માટે કામ કરવા સહિતનો લાંબો ઈતિહાસ ધરાવે છે. ફોબ્ર્સડોટકોમ વેબસાઈટના પણ તે સ્થાપક સભ્ય છે, પરંતુ ૨૦૦૧માં તેમણે તેમની પોતાની ટેકનોલોજી બ્લોગ ગીગાઓમ શરૂ કરી તે પછીથી ખરેખર સાચી વેબ સેલિબ્રિટી તરીકે તે પ્રસ્થાપિત થઈ ગયા.’

પેરીઝ હિલ્ટન ઉર્ફે મારિયો લેવેન્ડેરિયાની બ્લોગ સાઈટ આ યાદીમાં ટોચ પર છે. આ સાઈટની એટલી ધાક છે કે હોલિવૂડના સ્ટાર્સ તેનાથી ડરે છે. વિવાદાસ્પદ ગોસિપ બ્લોગર એવી આ સાઈટ ખૂબ જ લોકપ્રિય છે. ફોબ્ર્સ મેગેઝિને કુલ ૨૦૦ ઈન્ટરનેટ પર્સનાલિટી અંગેના વિસ્તૃત ડેટા એકત્ર કર્યા હતા અને તેના આધારે તેમની લોકપ્રિયતાની રેન્ક આપી હતી. આ યાદી દર્શાવે છે કે વેબ દ્વારા લોકોને સમાન સ્તરનો માહોલ મળ્યો છે, જેને પગલે કોઈપણ અજાણી વ્યકિત પણ સ્ટાર બની શકે છે.

બેનઝીર વિશ્વનાં બીજા ક્રમનાં સૌથી પ્રભાવશાળી મહિલા : એમએસએનની યાદી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોને વેબ પોર્ટલ એમએસએન દ્વારા જારી કરાયેલી યાદીમાં વિશ્વનાં બીજા ક્રમનાં સૌથી વધુ પ્રભાવશાળી મહિલા ગણાવ્યાં છે. અમેરિકી પ્રમુખપદના આ વખતના ઉમેદવાર હિલેરી કિલન્ટન ૨૦૦૭ના સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં ટોચના ક્રમે છે. યાદીમાં ભારતમાં જન્મેલી મોડેલ પદ્માલક્ષ્મીનો પણ સમાવેશ છે, જે સલમાન રશ્દી સાથે લગ્નને કારણે ખાસ્સી ચર્ચામાં હતી. હાલ તેઓ અલગ થઈ ગયાં છે.

જયોર્જ બુશ અને હિલેરી સૌથી પ્રશંસનીય અમેરિકન : પોલ

યુએસએ ટુડે-ગેલપ દ્વારા કરાયેલા અને બુધવારે રિલીઝ કરાયેલા પોલ મુજબ પ્રમુખ જયોર્જ ડબ્લ્યુ. બુશ અને હિલેરી કિલન્ટન સૌથી પ્રશંસનીય અમેરિકન છે. રાજકીય રીતે બન્ને પરસ્પરના વિરોધી હોવા છતાં લોકોએ પોલમાં તેમને પસંદ કર્યા છે. મહત્ત્વની વાત એ છે કે છેલ્લા છ વર્ષથી બુશ-હિલેરીએ આ સ્થાન જાળવી રાખ્યું છે. જોકે આ વખતે બુશને પસંદ કરનારા લોકો ૧૦ ટકા હતા, જે બુશના કાર્યકાળમાં સૌથી ઓછા છે. કિલન્ટનને પસંદ કરનારા આઠ ટકા લોકો હતા. હિલેરીને ૧૮ ટકા લોકોએ સૌથી પ્રશંસનીય ગણાવ્યા હતા.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: