International International
તાજેતરમાં અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા એક દસ્તાવેજ અનુસાર ભુતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી કોંમ્પ્રેહેન્સીવ ટેસ્ટ બેન સીટી(સીટીબીટી) પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થઈ ગયા હતાં.
આ અહેવાલ અનુસાર 1974માં ગાંધી અમેરિકાની મુલાકાતે ગયાં હતાં અને ત્યારે તેમણે સીટીબીટી પર હસ્તાક્ષર કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તમામ દેશો ભેદભાવ વિના સીટીબીટી પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થશે તો ભારત પણ સર્વગ્રાહી પરીક્ષણ નિષેધ સંધી પર હસ્તાક્ષર કરશે.
અમેરિકા દ્વારા વિદેશ નીતિના સંબંધમાં જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધી અમેરીકી દાજદૂત ડેનિયલ પેટ્રીકી મોયનિહાનને મળ્યાં હતાં અને તેમને જણાવ્યું હતું કે ભારતને પોતાની જરુરિયાત અને આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને પરમાણું ઉર્જા પર ભાર મુકવાની જરુર છે. ગાંધીએ મોયનિહાનને જણાવ્યું હતું કે કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય તો ભારત આંતરરાષ્ટ્રીય નીરિક્ષણ હેઠળ જ શાંતિપૂર્ણ હેતુ માટે પરમાણું પરીક્ષણ માટે સંમત થવા માટેના સીટીબીટી પર હસ્તાક્ષર કરશે.
ગાંધીએ એ સમયે જણાવ્યું હતું કે આ દિશામાં સૌથી પહેલાં પરમાણું શક્તિ સંપન્ન દેશોએ આગળ વધવાની જરુર છે. તે સમયના ગાંધીના રાજકીય સચિવ પી એન ધરે જણાવ્યું હતું કે આના માટે બંન્ને મહાશક્તિઓ(અમેરિકા અને સોવિયત રશિયન)એ સંમતી સાધવાની જરુર છે. અમેરિકાએ ગાંધીને આ મુદ્દો મોસ્કો શીખર મંત્રણામાં ઉઠાવવા જણાવ્યું હતું. આ દસ્તાવેજ અનુસાર ગાંધીએ 1968માં પરમાણું બિનપ્રસાર સંધીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સંધી વિકાસશીલ દેશોની વિરુધ્ધ છે.
ગાંધીએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં તેમના પિતાએ જ પરમાણું પરીક્ષણ પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રજૂ કર્યો હતો પરંતુ તે સમયે તે પ્રસ્તાવની મજાક ઉડાવવામાં આવી હતી.
Name:
Email ID:
Comments:
Code: