Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

ભારત ઘઉંની આયાત પર નભશે

ઘઉંના વપરાશકારો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ભારત વિશ્વમાં ઘઉંનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં નિયમિત આયાતકાર બનશે. તેવી આગાહી કેનેડાના વ્હીટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયામાંથી પણ ભારત માટે ઘઉં અંગે મોંકાણના સમાચાર મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સતત બીજા વર્ષે દુષ્કાળની સ્થિતિ ચાલુ રહેવાથી ઘઉંના ઉત્પાદનને મોટો ફટકો પડયો છે અને ત્યાંથી ભારત માટે ઘઉં આયાત કરવાનો સ્ત્રોત ઘટે તેવી શકયતા છે.

ઓસ્ટ્રેલિયામાં ઘઉંનો પાક નિષ્ફળ જવાને પગલે ભારતે હવે ઘઉંની આયાત માટે અન્ય દેશો તરફ નજર દોડાવવી પડશે.ગયા વર્ષે ભારતે ૫૫ લાખ ટન ઘઉંની આયાત કરી હતી. છ વર્ષમાં પહેલીવાર તેણે ઘઉંની આયાત કરવાની ફરજ પડી હતી.

આ વર્ષે પણ ૧૮ લાખ ટન ઘઉંની આયાત કરવાના કરાર કરવામાં આવ્યા છે. ભારતની એક અબજની વસ્તી માટે વર્ષે ૭૩૦ લાખ ટન ઘઉંની જરૂર પડે છે. દેશમાં દર વર્ષે વસ્તીમાં ૨ કરોડનો વધારો થાય છે. પણ પાક ૭૦૦ કે ૭૪૦ લાખ ટનથી વધે તેવી શકયતા નથી. ઓછી હોવાથી લોકોની માગ સંતોષવા સરકારને આયાતનો વિકલ્પ અપનાવ્યા વિના છૂટકો નથી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: