ચેન્નાઇ સુપરસ્ટાર છ વિકેટે ૧૭૪, દિલ્હી જેટ્સ ચાર વિકેટે ૧૭૮
અનુભવી ખેલાડી મર્વન અટપટ્ટુની અણનમ અડધી સદી વડે દિલ્હી જેટ્સની ટીમે અહીં રમાતી ઇન્ડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ) ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટના એક મુકાબલામાં ચેન્નાઇ સુપરસ્ટારને આસાનીથી છ વિકેટે પરાજય આપ્યો હતો.
ચેન્નાઇ સુપરસ્ટારના છ વિકેટે ૧૭૪ના જવાબમાં દિલ્હી જેટ્સની ટીમે ૧૯.૨ ઓવરમાં ૧૭૮ રન બનાવીને વિજય પ્રાપ્ત કરી લીધો હતો.
સુપરસ્ટાર ટીમ તરફથી ઇયાન હાર્વેએ ૨૦ બોલમાં ૩૦, ક્રિસ રીડે ૩૫ બોલમાં ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. જેટ્સની ટીમ તરફથી અટપટ્ટéએ ૪૩ બોલમાં અણનમ ૬૪ રન નોંધાવ્યા હતા.
Name:
Email ID:
Comments:
Code: