Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

રાકેશના અનોખા શોખ: ચિત્રકામ અને શિલ્પકામ

Rakesh Bapatઝી ટીવી પર આવતી સાત ફેરે સીરીયલમાં લાંબા સમય બાદ જોવા મળતો સલોનીને અનહદ ચાહતા અને તેના ખાસ મિત્રનું પાત્ર ભજવતા રાકેશ બાપટને ચિત્રકામનો ખુબ શોખ છે. રાકેશ જ્યારે શુટિંગમાં વ્યસ્ત ના હોય ત્યારે ચિત્રકળા પર હાથ અજમાવતો રહે છે.

રાકેશ આ બાબતે કહે છે કે "હું જ્યારે 10માં ધોરણમાં હતો ત્યારે મેં રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર પણ મેળવેલો છે. મને એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ અને ર્પોટ્રેઈટ બનાવવા ખુબ ગમે છે." ત્યારબાદ રાકેશ હસતા હસતાં કહે છે કે "હાલ,મેં 10 જેટલા ચિત્રો પુરા કર્યા છે. હજૂ બીજા થોડા ચિત્રો બનાવી લઉ એટલે મારા ચિત્રોનું એક પ્રદર્શન યોજવાનો મારો વિચાર છે."

રાકેશને શિલ્પકળાનો પણ શોખ છે. રાકેશને જૂદા જૂદા ચહેરાઓ બનાવવાનું ખુબ ગમે છે. આ બાબતે રાકેશ કહે છે કે "એક કલાકાર તરીકે મેં માણસોના જૂદા જૂદા હાવભાવને મારી શિલ્પકળાથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હું જ્યારે નાનો હતો ત્યારે ગણપતીની મૂર્તિઓ બનાવીને વેચતો હતો અને પૈસા કમાતો હતો. અને હવે હું ટેબલ પર મૂકાતા સુશોભનો બનાવવા અંગે વિચારી રહ્યો છું. મારી જાતને આ પ્રકારના ક્રિએટીવ કાર્યોમાં વ્યસ્ત રાખીને નકારાત્મક વિચારોથી દૂર રાખુ છું."

રાકેશની કારકિર્દી આમ જોવા જઈએ તો અન્ય કલાકારોની સરખામણીમાં જોઈએ તેવી જામી નથી. રાકેશે ફિલ્મોમાં પણ પ્રયત્નો કર્યા અને સીરીયલોમાં પણ. જો કે "સાત ફેરે" જેવી લોકપ્રિય સીરીયલમાં ફરીથી એન્ટ્રી મેળવીને રાકેશ હાલ તો ખુબ જ ખુશખુશાલ છે. રાકેશ આ બાબતે કહે છે કે સલોનીની ખુબ જ પ્રેમ કરનારો નીલ હવે પાછો આવી ગયો છે. પરંતુ આ વખતે આ વખતે તે પૂરેપૂરો હકારાત્મક રીતે જોવા મળશે અને ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલોને સુધારતો જોવા મળશે.

રાકેશ અન્ય એક શોમાં પણ આવી રહ્યો છે જેનું નામ છે "એક પેકેટ ઉમ્મીદ" (એનડીટીવી ઈમેજીન). રાકેશ આ બાબતે કહે છે કે "આ શોમાં દસ યુવતીઓ વચ્ચે હું એકલો જ છું.રુપા ગાંગુલી મારી સામે છે. આ શો જાન્યુઆરીમાં લોન્ચ થવાનો છે." જો કે રાકેશ માટે પહેલો પ્રેમ તો ફિલ્મો છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: