Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

મજાક-મજાકમાં મળ્યો બ્રેક

Abigiliમુંબઇમાં રોજ હજારો યુવાન-યુવતીઓ ફિલ્મ કે ટીવી પર કામ કરવાના સપનાં સાથે આવે છે પણ, નાઇન એકસના નવા શો ‘કયા દિલ મેં હૈ’માં મુખ્ય રોલ ભજવતી એબીગલીએ ન તો સપને વિચારેલું કે એ ઓડિશન આપવા જશે કે ન એને એકિટંગનો શોખ છે. આમ છતાં માત્ર ૧૬ વર્ષની આ કન્યા એક સિરિયલમાં પ્રમુખ ભૂ્મિકા ભજવી રહી છે.

નાના પડદાની સમાજ્ઞી એકતા કપૂર ધારે તો કોઇને પણ સફળતાનો સ્વાદ ચખાડી શકે છે. નાઇન એકસ પર તાજેતરમાં જ શરૂ થયેલી સિરિયલ ‘કયા દિલ મૈં હૈ’ની હિરોઇન એબીગલીની જ વાત લ્યોને. પોતાના કેટલાક મિત્રો સાથે એ સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફેસ્ટિવલ ‘મલ્હાર’માં ગયેલી. ત્યાં એકતાની કંપની બાલાજી ટેલીફિલ્મ્સની એક વ્યકિતની નજર એબીગલી પર પડી. એણે આ કન્યાને ઓડિશન પર આવવાનું આમંત્રણ આપ્યું.

એબીગલી તો આ વાતને ભૂલી ગઇ પણ એના મિત્રો જબરદસ્તી એને ઓડિશન માટે લઇ ગયા. ઓડિશનમાં એ પાસ થઇ અને એને બ્રેક મળ્યો. ‘મારું વ્યકિતત્વ મારા પાત્ર કરતાં સાવ અલગ છે. સિરિયલમાં હું ભારતીય પોશાક પહેરું છું પણ રિયલ લાઇફમાં મને વેસ્ટર્ન વસ્ત્રો પહેરવા ગમે છે,’ એબીગલી જણાવે છે. ઓડિશનમાં પાસ તો થઇ ગઇ પણ એબીગલીને અભિનય આવડતો નહોતો. બાલાજી ટેલિફિલ્મ્સે એને અનુપમ ખેરની એકિટંગ સ્કૂલમાં મૂકી. એકિટંગનો કોર્સ કર્યા બાદ હવે એબીગલી દિવસના ઢગલાબંધ સીનનું શૂટિંગ કરે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: