Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeNational National

અબ્દુલ કલામે ઈ-પેપર શરૂ કર્યું

રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ પણ હંમેશાની જેમ સતત વ્યસ્ત રહેતા ભારતના મિસાઈલ મેન એ.પી.જે. અબ્દુલ કલામે 'બીલીયન બીટ્સ' નામે ઈ-પેપર શરૂ કર્યું છે.ભારતની સિધ્ધિઓને લોકો સમક્ષ મુકવા અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાના હેતુથી આ ઈ-પેપરની શરૂઆત કરવામાં આવી છે.

ભારતીય અખબારો દ્વારા રાષ્ટ્રની સિધ્ધિઓને લગતા લેખો છાપવા બાબતે પૂરતું ધ્યાન ન અપાતું હોવાને લઈને નિરાશ થયેલા કલામે તેમના સહયોગીઓ સાથે મળીને પોતાની વેબસાઈટ www.abjulkalam.com ઉપર આ ઈ-પેપરની શરૂઆત કરી છે.

કલામના સહયોગી વી. પોનરાજે આ ઈ-પેપરના પહેલા અંકમાં એક સંદેશામાં કહ્યું હતું કે, ભારતે દરેક ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવી છે અને આપણે તેને એક માળામાં પરોવવાની છે.

એક સમયે કલામે તેમના સહયોગી સમક્ષ નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શા માટે આપણે કોઈ સિધ્ધિ હાંસલ કરનાર લોકોને કે પ્રસિધ્ધિથી દૂર રહેલા સફળ વ્યક્તિઓને હાઈલાઈટ કરતા નથી.

કલામે ઈ-પેપરના પહેલા અંકમાં તેના નેશનલ એફેર્સ એડિટર એમ. ક્રિષ્નને કલામને એમ કહેતા ટાંક્યા હતા કે, શા માટે અખબારો રાજકારણ અને ખૂનના લેખોથી ભરેલા હોય છે ?

કલામ એવું પણ ઈચ્છે છે કે તેમનું આ નવું સાહસ જ્ઞાનના આદાન-પ્રદાનનું માધ્યમ બને.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Reader's Feedback
dharmesh patel
Saturday, 1st Dec 2007, 2:47
correct website name is www.abdulkalam.com