Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

’૦૯ની ચૂંટણી નવા મતદારક્ષેત્ર પ્રમાણે જ

રાજકીય પક્ષો ઈરછશે તો પણ મતદારક્ષેત્રોની પુનર્રચનાને અટકાવી શકશે નહીં. ૨૦૦૯ની રાજય વિધાનસભાની ચૂંટણી નવા મતદારક્ષેત્રો પ્રમાણે યોજાશે એમ રાજય ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. મતદારક્ષેત્રના ડિલિમિટેશનમાં અનેક મોટા રાજકીય નેતાઓના મતદારક્ષેત્ર અ¼શ્ય થઈ રહ્યાં છે, જેને કારણે તેઓ ડિલિમિટેશન ઢીલમાં પડે એમ ઈરછી રહ્યા છે.

પરંતુ ડિલિમિટેશનને કારણે શિડયુલ્ડ કાસ્ટ અને શિડયુલ્ડ ટ્રાઈબ માટેની બેઠકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિડયુલ્ડ કાસ્ટ માટે વિધાનસભાની હાલમાં ૧૮ બેઠક અનામત છે તે ડિલિમિટેશન બાદ વધીને ૨૯ થઈ જશે, જયારે શિડયુલ્ડ ટ્રાઈબ માટેની બેઠક જે ૨૨ છે તે વધીને ૨૫ થનાર છે. ડિલિમિટેશનમાં પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર વધી રહ્યું હોવાથી આ વર્ગના લોકો ડિલિમિટેશનનો અમલ થવો જ જૉઈએ, એવો આગ્રહ રાખી રહ્યા છે.

આ વર્ગને નારાજ કરવાનું પણ રાજકીય પક્ષો મુનાસીબ નહીં માને. ડિલિમિટેશન કમિશન પર સંસદનું પ્રભુત્વ નથી. ડિલિમિટેશન કમિશન જે મતદારક્ષેત્રો નિિશ્ચત કરે છે તે કાનૂની રીતે બંધનકારક છે. દેશમાં દરેક રાજયોમાં ડિલિમિટેશન એકસાથે જ લાગુ કરવું જરૂરી નથી એમ પણ સૂત્રોએ મત વ્યકત કર્યોહતો.

મહારાષ્ટ્રમાં વિધાનસભા અને લોકસભા મતદારક્ષેત્રના ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થઈ છે. આખરી નોટિફિકેશન માટે કેન્દ્રના સંબંધિત વિભાગને પાઠવી દેવાઈ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ડિલિમિટેશનને કારણે મુંબઈમાં વિધાનસભાની બેઠકની સંખ્યા જે હાલમાં ૩૪ છે, તે વધીને ૩૬ થશે, જેમાં મુંબઈ પરા વિસ્તારની બેઠકો ૧૭ પરથી વધી ૨૬ થશે અને તળ મુંબઈની ૧૭ પરથી ઘટી ૧૦ રહેશે. મુંબઈમાં ધારાવી અને કુર્લા બેઠક શિડયુલ કાસ્ટ માટે અનામત રહેશે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: