Business
Business News Business News વિશ્વ બજારમાં આજે હાજરમાં ભાવ વઘ્યા હતા, જયારે વાયદામાં ઘટાડો થયો હતો. ચાંદી સાધારણ વધી હતી. ઘરઆંગણે પણ અમુક સેન્ટરોમાં સોનાના ભાવ ઘટયા હતા તો અમુક જગ્યાએ બજાર નજીવી ઘટી હતી.
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવનાએ ડોલરમાં નબળાઇ આવી હતી. લંડન ખાતે હાજરમાં સોનું આ લખાય છે, ત્યારે સોનું ૩.૬૦ ડોલર વધી ૮૧૦.૯૦ ડોલર અને ચાંદી ૧૪.૫૩ થઇ હતી. તેનાથી વિપરિત નાયમેકસનો કોમેકસ સોના વાયદો ૩.૪૦ ડોલર ઘટી ૮૦૧.૬૦ ડોલર અને ચાંદી ૧૫ સેન્ટ નરમ રહી ૧૪.૩૨ ડોલર પ્રતિ અૌંસ થઇ હતી. રાજકોટ ખાતે સોનું બિસ્કિટ રૂ. ૨૦૦ ઘટી રૂ. ૧૨૨૦૦૦, સોનું દસ ગ્રામ દીઠ રૂ. ૨૦ ઘટી રૂ. ૧૦૫૦૦ અને ચાંદી કિલો દીઠ રૂ. ૫૦ વધી રૂ. ૧૯૦૫૦ જોવા મળી હતી. અમદાવાદ ખાતે સોનું બિસ્કિટ રૂ. ૧૫૦૦ વધી રૂ. ૧૨૩૦૦૦, સોનું રૂ. ૧૨૦ વધી રૂા. ૧૦૫૪૦ અને ચાંદી રૂ. ૨૦૦ વધી રૂ. ૧૯૩૦૦ થઇ હતી.
વિશ્લેષ્ાકોના મતે ફેડરેટમાં ઘટાડો થશે તો સોનું ફરી વધશે. ડોલરની નબળાઇ સોનાને ૮૦૦ ડોલરની સપાટી ઉપર જાળવી રાખે છે. અત્યારે બધાની નજર ફેડની બેઠક પર છે. ત્યાં સુધી બજારમાં કોઇ મોટી વધઘટ થવાની સંભાવના ઓછી છે.
Name:
Email ID:
Comments:
Code: