મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે અનોખું બંધન હોય છે. આ વાતની પ્રતિતિ કરાવતો કિસ્સો આજે મુઝફ્ફરનગરમાં બની ગયો. બન્યું એવું કે, શહેરની એક ગલીમાં તરછોડી દેવાયેલી એક નવજાત બાળકીના ચોકીદાર બની ગલીમાં રખડતા કૂતરાઓ આખી રાત તેનું રક્ષણ કર્યું.
એટલું જ નહીં સ્થાનિક લોકોને પણ આ કૂતરાઓએ બાળકીને હાથ લગાવવા દીધો નહીં. ભારે મથામણ બાદ સ્થાનિક લોકો આ નવજાત બાળકીને પોતાના કબ્જામાં લઈ શક્યા. ત્યારબાદ બાળકીને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી એક દંપતિએ તેને દત્તક લઈ લીધી હતી.
Name:
Email ID:
Comments:
Code: