Entertainment
Theatre & Telewood Theatre & Telewood
સોની પર આવતી "અંબર ધરા" સીરીયલમાંથી મહત્વની ભૂમિકા ભજવતા હર્ષદ ચોપરાને કરારનું ઉલ્લંઘન કરવા બદલ સીરીયલમાંથી પડતો મૂકી દેવામાં આવ્યો છે.
એવું કહેવાય છે કે થોડા સમય પહેલાથી જ સીરીયલમાં અક્ષતની ભૂમિકામાં દેખાઈ રહેલા હર્ષદે "લેફટ રાઈટ લેફટ" સીરીયલના નિમાર્તાઓ ટોની અને દીયા સિંહ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો અને તેમને જણાવ્યાં વગર હર્ષદે આ સીરીયલ સાઈન કરી હતી.
હવે હર્ષદની ભૂમિકા બાલાજી ટેલિફિલ્મ્સની "કહાની ઘર ઘર કી" સીરીયલમાં કામ કરતો અન્ય એક કલાકાર અલી મર્ચન્ટ નિભાવશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર જયારે ટોની અને દિયાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સોની ટીવીના સત્તાવાળાઓને આ અંગે ફરિયાદ કરી. ચેનલે તાબડતોબ આ બાબતે પગલું ભર્યુ હતું. એક બેઠક બોલાવી અને અંબર ધારા સિરીયલના નિર્માતાઓ અને ચેનલના અધિકારીઓએ આ બાબતે લાંબી ચર્ચા કરી અને આખરે હર્ષદને પડતો મૂકવાનું નકકી કર્યુ હતું.
Name:
Email ID:
Comments:
Code: