અમેરિકા સાથેની પરમાણું સંધી મામલે યુપીએ અને ડાબેરીઓ વચ્ચેની મડાગાંઠના પગલે સરકારનું પતનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે સરકારને કોઈ આંચ નહીં આવે અને જો પરમાણું કરારનો અમલ ન થાય તો પણ તેનાથી કંઈ જીવનનો અંત આવવાનો નથી.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકા-ભારત પરમાણું સંધીના મામલે તાર્કિકતા અને સામાન્ય બુધ્ધિનો ઉપયોગ કરવામાં આવશે. મનમોહને જણાવ્યું હતું કે ચૂંટણીઓને હજી બહુ વાર છે અને સરકારને તો હજી સત્તા પર આવ્યાને સાડા ત્રણ વર્ષ થયા છે. મને આશા છે કે અમે મુદ્દત પુર્ણ કરીશું. પરમાણું કરારના પગલે ડાબેરીઓ સાથે મડાગાંઠના પગલે મધ્યસત્ર ચૂંટણીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તે અંગે પુછવામાં આવતાં તેમણે આમ જણાવ્યું હતું.
જો આ પરમાણું કરારનો અમલ ન થાય તો શું તમારી વ્યક્તિગત પ્રતિષ્ઠા ખરડાશે અને સૌથી નબળા વડાપ્રધાન તરીકે છાપ ઉભી થશે તે અંગે પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કે મારી પ્રતિષ્ઠા કોઈ એક મુદ્દા પર આધારીત નથી. અમે વિવિધ મુદ્દા પર ફેરફારો કર્યા છે. જીવનમાં કોઈ એક બાબતે નિષ્ફળતા મળે તો તેનાથી જીવનનો અંત આવતો નથી. આપણે તે નિરાશા ભુલાવીને આગળ વધવાનું હોય છે.
ડાબેરીઓ સાથેના મતભેદો અંગે પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પરમાણું સંધી સામેના સવાલોનો જવાબ આપશે અને ભારત માટે લાભકારક આ સંધિનો અમલ થાય તેવા પ્રયાસો કરીશું. અમે રાજનીતિમાં છીએ, કે જ્યાં મતભેદો હોવા સાહજિક છે.
Name:
Email ID:
Comments:
Code: