Entertainment
Theatre & Telewood Theatre & Telewood
સોની ટીવી પર આવતા ડાન્સ શો 'ઝલક દીખલા 'ઝાનો બીજો એપિસોડ ૧૨મી અને ૧૩મી ઓકટોબરે પ્રસારિત થવાનો છે. આ વખતે શોની થીમ કઈક આવી છે. છોકરીઓ માટે ચા ચા ચા ડાન્સ અને છોકરાઓ માટે ડીસ્કો... એવું કહેવાય છે કે આ વખતે સ્પર્ધકોનું એકદમ અલગ જ પરફોમન્સ દર્શકોને જોવા મળશે.
સ્પર્ધક અને કલાસીકલ નૃત્યાંગના સુધા ચંદ્રને શમ્મી કપૂરના ગીત તુમસે અરછા કોન હૈ પર ચા ચા ચા ડાન્સ કર્યો હતો. સુધાએ તેના સુપર્બ પરફોમન્સથી સહુના હ્રદય જીતી લીધા હતા. જયારે સંઘ્યા મૃદુલે કયા મુઝે પ્યાર હૈ ગીત પર રોકીંગ પરફોમન્સ આપ્યું હતું.પરંતુ આ બધામાં જો મેદાન મારી ગઈ હોય તો કસમ સેની બાની એટલે કે ગુજજુ ગર્લ પ્રાચી દેસાઈ. તેણે લકી લિપ્સ પર પરફોમન્સ આપ્યું હતું.
ઇમ્ગ્> તેનો દેખાવ, ડાન્સ, મુદ્રાઓ અને હાવભાવ જોઈને જજો એટલા બધા ઈમ્પ્રેસ થઈ ગયા હતાં કે શ્યામક દાવરે કોમેન્ટ આપી દીધી કે કયાં કત્લ કરને કા ઈરાદા હૈ? જયારે ઉર્મિલાએ પ્રાચીને લાલ ગુલાબ આપીને વધાવી હતી.
અન્ય સ્પર્ધકોમાં રોનિત રોયે હંમેશાની જેમ સારુ ડાન્સ પરફોમન્સ આપ્યું હતું. જયારે આ વખતની ડીસ્કો થીમ પર જય ભાનુસાળી અને તેની કોર્યોગ્રાફર બિંદીએ તો કમાલ કરી નાખી હતી. તેઓએ સારા જમાના હસીનો કા દીવાના ગીત પર ડાન્સ કર્યો હતો.
જયારે ભૂતપૂર્વ હોકી ખેલાડી મીર રંજન નેગીએ તો આ વખતે કમાલ જ કરી નાખી છે. તેમણે સાહેબના પ્યાર બીના ચેન કહા રે ગીત પર પરફોર્મ કર્યુ હતું.
Name:
Email ID:
Comments:
Code: