Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

કરિના કપૂર પાછી નોન-વેજ ખાવા માંડી

karina kapoorશાહિદ કપૂર પાક્કો શાકાહારી છે અને એણે પોતાની પ્રેમિકા કરિનાને પણ માંસાહાર છોડી શાકાહાર તરફ વાળેલી. પણ, કરિના-શાહિદના બ્રેકઅપ બાદ કરિના ફરીથી નોનવેજ આરોગવા માંડી છે. સૈફ-કરિના વારંવાર જાહેરમાં સાથે દેખાય છે આમ છતાં કરિના-શાહિદ વરચે બધું જ સમુસૂતરું હોવાના અહેવાલ પણ આવ્યા કરે છે. જોકે, કરિનાએ ફરીથી માંસાહાર શરૂ કર્યો હોવાથી કરિના-શાહિદ વરચે બ્રેકઅપની વાતને પ્રતિપાદન મળ્યું છે. કરિના આજકાલ ચિકન પર રીતસર તૂટી પડી છે.

તાજેતરમાં કરિના અને સૈફ ડિનર માટે સાથે બહાર ગયેલાં. કરિનાએ ચિકન પિત્ઝાનો ઓર્ડર આપ્યો અને ટેસથી એણે એ પિત્ઝા ખાધો. છેલ્લા ઘણા સમયથી કરિનાએ નોન-વેજ ખાવાનું સદંતર બંધ કરી દીધેલું. નોંધનીય છે કે, કપૂર ખાનદાનમાં નાના-મોટા સૌ કોઈ ખાવા-પીવાના જબરા શોખીન છે. એમાંય નોન-વેજ વગર તો આ પરિવારમાં કોઈને ય ચાલતું નથી, પણ શાહિદ સાથેના પ્રેમપ્રકરણ અને શાહિદના આગ્રહને કારણે કરિના શાકાહારી થઈ ગયેલી. પણ, હવે ફરીથી એણે ચિકન સહિત તમામ નોન-વેજ આયટમ ખાવાની શરૂઆત કરી દીધી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive